Published by: Rana kajal
- વીજ પોલ સહિત 4,490 ટ્રાન્સફોર્મરને નુકસાન… PGVCLને રૂપિયા 54 કરોડ 97 લાખ કરતાં વધુ નુ થયુ નુકસાન….
બિપર જોય વાવાઝોડા ના પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વ્યાપક નુકશાન થયું છે…
તેમાં પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે વીજ તંત્રને ભારે નુકસાન થયું છે. બંને જિલ્લામાં વીજ તંત્રને 54 કરોડ 97 લાખથી વધુનું નુકસાન થયું છે. કુલ 1,152 ગામો પ્રભાવિત થયા હતા, જેમાં 750 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બન્યો છે, પરંતુ હજી 402 ગામોમાં અંધારપટ છવાયેલો છે. વાવાઝોડાના કારણે કુલ 1,442 ફીડરો બંધ થયા હતા જ્યારે 24, હજારથી વધુ વીજ પોલ જમીન દોસ્ત થયા હતા, ઉપરાંત 4,490 ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા છે.બિપોરજોય વાવાઝોડાની અસર છેલ્લા 5 દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી હતી. અને વાવાઝોડાના કારણે અનેક ગામોમાં વીજ વિક્ષેપ થયો હતો. બંને જિલ્લાઓ માટે 154 જેટલી PGVCLની ટીમો તૈયાર રાખવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાના પણ 426થી વધુ કર્મચારીઓ મદદમાં આવ્યા છે. 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તમામ ટીમો સાબદી બનેલી છે. આજે સુધીમાં બંને જિલ્લાના 654 ગામમાં વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે, પરંતુ હજી 402 ગામોમાં સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. બંને જિલ્લામાં કુલ 4,490 ફીડરોને નુકસાન થયું હતું, જે માંથી 516 ફીડર ચાલુ થઈ ગયા છે, અને 821 ફીડરમાં હજુ કામ ચાલી રહ્યું છે. PGVCLને રૂપિયા 54 કરોડ 97 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે …