Published By : Patel Shital
- ભરૂચ જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ ઝડપથી પવન ફૂંકાયો…
બિપરજોય વાવાઝોડાની આફટર ઈફેક્ટ ભરૂચ જિલ્લામા જણાઈ હતી. દિવસ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ ઝડપે પવન ફૂંકાયો હતો. તીવ્ર પવનની અસર જાહેર જીવન પર પડી હોય તેમ આજે દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં રોજ અવરજવર ખુબ ઓછી જણાઈ હતી.
બિપરજોય વાવાઝોડા બાદ ભરૂચ જિલ્લામા તીવ્ર પવને વાવાઝોડા સમાન વાતવરણ ઉભુ કર્યુ હતું. મુખ્ય માર્ગ પર આવેલા વૃક્ષો ઝાડ નમી પડતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યાં અનુસાર જિલ્લામાં અનિચ્છનીય બનાવ બન્યો ન હતો તે સાથે જિલ્લાનાં નગરો કરતા ગ્રામ્ય વિસ્તારો અને તેમાં પણ દરિયા કિનારાના ગામોમાં વધુ તીવ્ર ગતિથી પવન ફુંકાયો હતો. આવા વાતાવરણમાં વીજ પુરવઠો ડૂલ થવાની ધટના પણ વારંવાર સર્જાઈ હતી




