Published By : Patel Shital
- વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું હોવાના સંકેત…
- તેમ છતાં ભરૂચ સહિત રાજયના તમામ જિલ્લાઓના તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવાયા….
“બિપોર જોય” વાવાઝોડા અંગે રાજ્યમાં સાવધાની અને સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના દહેજ બંદરે 2 નંબર નુ સિગ્નલ મુકવામાં આવ્યું છે. વાવાઝોડાની શક્યતા ઓછી હોવા છતાં ભરૂચ જિલ્લા સહિત રાજયમાં સાવધાનીના તમામ પગલા લેવાઈ રહ્યા છે.
“બિપોર જોય” વાવાઝોડાના પગલે લગભગ 3 દિવસોથી રાજ્યમાં NDRF ની ટીમો સહીત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સાવધાનીના તમામ પગલા લેવાયા હતા. તેવામાં રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે કે “બિપોર જોય” વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ રહ્યુ છે. તેમ છતાં પ્રાપ્ત એહવાલ મુજબ દ્વારકામાં 8 થી 10 ફૂટ સુધી મોજા ઉછળતા દરિયો તોફાની બન્યો હતો. હાલમાં વાવાઝોડા સહિત વરસાદની આગાહી જોતા જ્યાં વાવાઝોડા દ્વારા રાજ્યમાં તબાહીની શક્યતા ખુબ ઓછી છે ત્યાં બીજી બાજુ આવતીકાલથી એટલે કે તા 9 જૂનથી રાજયના સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે.