Published by : Rana Kajal
દેશમાં બાળ તસ્કરી અંગેનાં ગુનાઓ અને પ્રકરણો પહેલા પણ બન્યા છે પરંતું કોઇ ઍક જીલ્લામાંથી 120 જેટલા બાળકો બિહાર માથી મહારાષ્ટ્ર લાવવામા આવ્યા હોય તેવો પ્રથમ કિસ્સો બન્યો છે જે અંગે રેલવે પોલીસે 5 આરોપીઓની અટક કરી છે. જેમની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના છે…બિહારના અરરિયા જિલ્લા માથી 120 બાળકો ને પાંચ જેટલાં ઈસમો મહારાષ્ટ્રના મનમાડ અને ભૂસાવલ ખાતે રેલવે માર્ગે લવાઈ રહ્યા છે તેવી રેલવે પોલીસ ને મળેલ બાતમીનાં આધારે રેલવે પોલીસે કડક વોચ ગોઠવી દેતા બન્ને રેલવે સ્ટેશનો ખાતેથી પાંચ આરોપીઓ બાળકો સાથે ઝડપાઈ ગયા હતા..અત્રે નોધપાત્ર બાબત એ પણ છે કે ઝડપાયેલા પાંચ આરોપીઓ પણ અરરિયા જિલ્લાનાં જ વતની છે. બાળકોની ઉમર 7 થી 16 ના છે.આ માસૂમ બાળકોએ રેલવે પોલીસને જણાવ્યુ હતુ કે અમે પાણી પણ પીધું નથી….ભુખા છીએ અમને પાણી આપો… જમવાનું આપો..