Published by : Vanshika Gor
- નીતીશ કુમાર ઉપર રેલી દરમિયાન હુમલો….
- ઔરંગાબાદમાં સમાધાન યાત્રા દરમિયાન માંડ-માંડ બચ્યા મુખ્ય મંત્રી…. કોઈએ ગુસ્સામાં આવીને ખુરશીના ટુકડાનો ઘા કર્યો…
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ગતરોજ તા 13 ફેબ્રુઆરીના સોમવારે હુમલો કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.બિહાર ના મુખ્ય મંત્રી નીતીશ કુમાર હુમલાના બનાવમાં માંડ-માંડ બચી ગયા હતા. બિહારના ઔરંગાબાદમાં ભીડમાંથી તેમના પર તૂટેલી ખુરશીનો ટુકડો ફેંકવામાં આવ્યો હતો. ટુકડો સીએમ તરફ ઝડપથી આવ્યો હતો. જોકે મુખ્ય મંત્રી બચી ગયા હતા. આ પછી ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. અફરા તફરીનુ વાતાવરણ ફેલાઇ ગયુ હતુ.જૉકે મુખ્ય મંત્રીને સુરક્ષા કર્મચારીઓએ તેમને ઘેરી લીધા હતા.
વધુ વિગતે જોતા સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમાર ઔરંગાબાદના બારૂણ પ્રખંડના કંચનપુર પહોંચ્યાં હતા. અહીં મુખ્યમંત્રીએ પંચાયત ભવનનું ઉદ્ધાટન કરવાનું હતું. અહીં ઉદ્વાઘટન પછી સીએમ સુરક્ષા કર્મચારીઓ સાથે જવા લાગ્યા. આ દરમિયાન ભીડમાંથી મુખ્યમંત્રી તરફ ખુરશીનો ટુકડો આવ્યો હતો. ખુરશીનો ટુકડો સીએમ પાસે આવીને પડ્યો હતો. તરતજ સુરક્ષા કર્મચારીઓ સાવધાન થઈ ગયા હતા. આ ટુકડો કેવી રીતે આવ્યો તેની જાણકારી મળી નથી. જૉકે ડ્રોન ન હોવાના કારણે ઓળખ થઈ શકી નહીં.ખુરશીનો ટુકડો ફેંકવાની જાણકારી મંચ ઉપરથી પણ આપવામાં આવી, પરંતુ કોણે ફેંક્યો તેની ઓળખ થઈ શકી નહીં. ડ્રોન મોનિટરિંગની સ્થિતિમાં જ ફેંકનારની ઓળખ થઈ શકતી હતી, પરંતુ ત્યાં ડ્રોન હતું નહીં.
આ મામલે ઔરંગાબાદ જિલ્લા પ્રશાસન તરફથી સ્પષ્ટીકરણ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ખુરશીનો ટુકડો સીએમ તરફ કોઈ ષડયંત્ર સાથે ફેંકવામાં આવ્યો નથી. ત્યાં લોકો અતિ ઉત્સાહમાં નારેબાજી કરી રહ્યા હતાં, થોડાં બાળકો સીએમને જોવા માટે ખુરશી ઉપર ચઢી ગયા હતા. લગભગ આ સ્થિતિમાં ખુરશી તૂટી ગઇ અને તેનો ટુકડો ઉછળીને અંદર આવી ગયો હશે. અત્રે નોંધવું રહ્યું કે આ પહેલાં પણ સીએમ ઉપર હુમલાઓ થઈ ગયાં છે