બિહારની શાળામાં ફી તરીકે રૂપિયા નહીં કચરો લેવાય છે. વિદ્યાર્થીઓ કચરામાંથી કમાણી કરીને શિક્ષણનો ખર્ચો કાઢે છે
બિહારના બોધગયામાં એક એવી શાળા છે, જે આખા સમાજ માટે દાખલા સમાન છે. કારણ કે આ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં પરંતુ કચરો લેવામાં આવે છે. પદ્મમણી નામની આ શાળામાં 250 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓ રોજ ઘરેથી કચરો લાવી શાળાના પ્રવેશ દ્વાર પર મૂકેલ કચરાના ડબ્બામાં નાખે છે. જેના બદલામાં વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. શાળાની આ અનોખી પહેલને ખુબ આવકાર આપવામા આવી રહયો છે . આ શાળામાં કચરા વેચી શાળાનું સંચાલન થાય છે
વિદ્યાર્થીઓએ એકઠો કરેલો કચરો રિ-સાયકલ માટે મોકલવામાં આવે છે. જેનાથી થતી આવકથી વિદ્યાર્થીઓનું ભોજન, કપડા અને પુસ્તકના ખર્ચ નિકળી જાય છે. આ શાળા વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. શાળા સંચાલક મનોરંજન કુમારના જણાવ્યા પ્રમાણે એક મહિનામાં 65 કિલો જેટલો કચરો ભેગો થઈ જાય છે. લોકોને જાગૃત કરવા માટે આ અભિયાનને ‘સ્વચ્છ લોહિયા બિહાર અભિયાન’ નામ આપવામાં આવ્યું છે….