Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateબિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાની સાજીસ કરવામાં આવી હતી : અશ્વિની કુમાર...

બિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાની સાજીસ કરવામાં આવી હતી : અશ્વિની કુમાર ચૌબે

  • PFI એ સ્લીપર સેલની ભૂમિકા ભજવી હોવાનો ખુલાસો કરતા કેન્દ્રીય વન રાજ્ય મંત્રી અશ્વિની કુમાર
  • નીતીશ લાલુની જોડી એ જોડી નથી કોડી ..છે, જે બિહારમાં વિનાશ વહોરી રહી છે

કેવડિયા SOU એકતાનગર ખાતે બે દિવસીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદના શનિવારે અંતિમ દિવસે કેન્દ્રીય વન રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ બિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાની સાજીસ કરાઈ હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

SOU એકતાનગર ખાતે શનિવારે રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં બિહારમાં નીતિશ-લાલુની જોડીને કોડીની ગણાવી હતી. સાથે જ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાએ સ્લીપર સેલની ભૂમિકા ભજવી હોવાનો ખુલાસો કર્યો હતો. અને બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચાયું હોવાનો પણ આક્ષેપ સાથે સનસનીખેજ ખુલાસો કર્યો હતો.

બિહારને અધોગતિ તરફ લઈ જતા નીતીશકુમાર અને લાલુની જોડી જનતાને ગેરમાર્ગે દોરે છે તેમ જણાવ્યું હતું. રામ મિલાયે જોડી…કોઈ અંધા કોઈ કોડી તેમ કહી જોડી એટલે જે દેશ કે રાજ્યને પ્રગતિ તરફ લઈ જાય. વિકાસ કરે જયારે કોડી બરબાદ કરે, આવી જ આ નીતીશ-લાલુની જોડી છે.

મંત્રી ચૌબેએ વધુમાં જેપી આંદોલનને વાગોળ્યું હતું. જેપી આંદોલન વખતે તેઓ નીતિશકુમાર સાથે હતા. જેનો નારો હતો, જાતિ વાત મીટાયે ગે. એક નયા સમાજ બનાયેં ગે. ભ્રષ્ટાચાર મિટાયેંગે..એક નયા બિહાર બનાયેંગેની વાતે કામ કરતા હતા. જોકે અંગત લાભ, તૃષ્ટિકરણ માટે નીતિશે લાલુ સાથે જોડી બનાવી બિહારનો સત્યનાશ વાળી દીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security