Published By : Patel shital
ગુજરાતી ફિલ્મ ‘નવા પપ્પા’ના લેખક છે સુરેશ રાજડા. ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી.)ના અભિનેતા, દિગ્દર્શક તરીકે વર્ષોનો અનુભવ એમની રગેરગમાં વહે. હાસ્ય નિસ્પન્ન કરતા સંવાદ લખવામાં માહિર, સાવ સામાન્ય, જાણીતી વાતો, બોલચાલની ભાષામાં લખાયેલી સ્ક્રિપ્ટ, ફિલ્માંકન પામે ત્યારે ફિલ્મ કલાકારોમાં પદ્મશ્રી મનોજ જોષી અને વંદના પાઠકના લગ્નજીવન રજત જયંતિ વર્ષ કેટલું ખિલખિલાટ છે તેની પ્રતીતિ કરાવે.
મનિયો : આ વર્ષે આપણી પચ્ચીસમી એનીવર્સરીએ આપણે આંદામાન જઈશું.
વંદના : તો તો પચાસમી એનીવર્સરીએ શું નું શું કરશો ?
મનિયો : હું તને અંદામાન પાછો લેવા આવીશ.

આ મનિયાનો સાળો, વંદનાનો ભાઈ અતુલ (સુનિલ વિશરાની) એની ઓળખ આ શબ્દોમાં આપવામાં આવે છે.
“આ છે તમારો સાળો, અતુલ”
જેની ગામ આખામાં ટોપીઓ ફેરવવામાં માસ્ટરી છે.
મનિયો હોય ત્યાં કનિયો સ્વાભાવિક પણે આવે, શ્રીમંત પરિવાર દીકરીની હિરોઈન બનવાની જીદમાં, ફિલ્મ પ્રોડ્યુસરના એજન્ટની જાળમાં ફસાઈ મહેલ જેવા બંગલામાંથી ભાડાની ખોલીમાં આવી જાય, હવે શું થશે ? એક જોરદાર વળાંક, કનિયાની ધમાકેદાર એન્ટ્રી, કનુ ધારડ. ધારે તે રિવોલ્વરના ધડાકા કરે, ન માને તો ભડાકે દઈ દે. અન્ડરવર્લ્ડના પાત્રોની જબાન પર જે ગાલીગલોચની સરવાણી ફૂટે એની આબેહૂબ રજૂઆત કાને પડે. મધ્યાંતરમાં એક મિત્રએ કોમેન્ટ કરી સંતાનોને ગુજરાતી ફિલ્મ બતાવવા હરખ ભેર તેડી લાવીયે ને એ આ વાક્યો સાંભળે, ઘરે આવીને બોલે ત્યારે માતૃભાષાના ગૌરવને પૂળો મૂકવો પડે.
ફિલ્મના ગીત અને સંવાદની ઝલક :
તેરી મા કો… મેં ને બોલા ના તો ના.
ફિર વો કામ નહિ કરને કા. એક હી મિનિટમેં તેરા બેન્ડ બજા દૂંગા.
વેરની વસૂલાત, આજે તારો, તો કાલે મારો વારો.
તું જરૂર ધોખા દેગા, મુઝે માલૂમ થા,
ઈસલિયે મેં બખ્તર પહન કર આયલા હું.
આજ તક એસી ગોલી બની નહિ જો કનુ ધારડ કો માર શકે.
ફિલ્મના અંતે ઘરે જવાની ઉતાવળ ના કરતા એક આખું ગીત, બેક ટાઈટલ સાથે આવશે. “લાઈફમેં ટેન્શન લેને કા નહિ દેને કા, ચૂપ નહિ રહને કા, કુછ નહિ સહેનેકા”
અક્ષરા (કિંજલ રાજપ્રિયા)એ વિવેક (પાર્થ ઓઝા) ગીતની દરેક પંક્તિએ ‘કોઈ સપનું ગુલાબી જાગે’ પ્રણયગીતની દરેક પંક્તિએ વસ્ત્રપરિધાન બદલતા સ્ટુડિયોમાં ઉભા કરેલા સેટ પર રજૂ કરે છે. ગીતકાર : ભાર્ગવ પુરોહિત
કનુ ધારડ – આખા અમદાવાદમાં એની ધાક છે. શહેરની જુગારની તમામ ક્લબ, મટકાના અડ્ડાઓ, દારૂ ભરેલી ટ્રકોની અવરજવર પર ભાઈનું નિયંત્રણ.
આ બેક ગ્રાઉન્ડ શબ્દોથી નવા બાપની ધમાકેદાર એન્ટ્રી જોવી ગમશે.
મેં પાંચ તક ગિનતા હું
અક્ષરા : અબ્બાજાન કે કમરે મેં આને કી ઈજાજત ચાહતી હું.
કનુ : આ ઉર્દૂમાં ભચરવાનું બધ કર.
અક્ષરા : અપૂન તુમ્હારે કમરેમેં આ શકતી હૈ
ઉસકી જાત કી…
કનુ : હા અબ બરાબર બોલી
વંદના : કાલે સુરેશભાઈની દુકાન જઈને બે પંખા લઈ આવજે.
એક લેડીઝ અને એક જેન્ટ્સ
પંખામાં લેડીઝ અને જેન્ટ્સ ?
એટલે કે એક ઉષાનો અને એક બજાજનો, ડોબા
અક્ષરા : તો કરીએ આપણે નાટકના શ્રી ગણેશ
તું યુધિષ્ઠિર, તું ભીમ, તું દુર્યોધન, તું દુ:શાસન અને તું અર્જુન
મારો વિવેક અને હું દ્રોપદી તારી અક્ષરા
મનુ : તકિયાકલામ, આને તો મારે શું કરવું ?
કોકોનેટ મોશન પિચર્સ પ્રસ્તુત, દિલીપ દરબાર – કનુ ધારડનો વિશ્વાસુ, દેવર્ષિ ત્રિવેદી – મહાદેવિયાનો પુત્ર – બન્નેનુ પાત્ર અલગ જ છાપ છોડી જાય છે, રશ્મિન મજાથીયા – પ્રોડ્યુસર, એડિટર – નરેશ પરમાર, સંગીતકાર : કેદાર-ભાર્ગવની જોડી, પાર્થ ઓઝા – ગાયક અને એક્ટર, દિગ્દર્શક : અશોક પટેલ
૧૦૦% પૈસા વસૂલ ફિલ્મ,
જોવા જાવ છો કે મૈ પાંચ તક ગીનતા હૂં… એક… બે… ત્રણ…
જઈએ છીએ ભાઈ, જઈએ છીએ…
ઐ હાથ મત લગાના…
દૂ…ર સે બોલને કા ક્યાં બોલા દૂર સે…
બાય… બાય…
Rushi Dave, Mo : 9879598922,Email :rushidave02@gmail.com
Blog : channelnarmadanews@gmail.com
Address – 16, Geet Park Society, Civil Hospital Road ,
BHARUCH-392001(Gujarat-India)