Published by : Rana Kajal
- ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના 4 ક્લાક અગાઉથી જણાવા માંડી અસર…
બિપોરજોય વાવાઝોડાની અસર ભરૂચ જિલ્લામા જણાવવાની શરૂઆત આજે તા.15 જૂનના 12 વાગ્યાથી શરૂ થઈ ગઇ હતી. આજે મળતી માહિતી મુજબ શાળાઓમાં પણ વિધાર્થીઓની સંખ્યા રોજ કરતા ઓછી જણાઈ હતી દુધ અને શાકભાજી ના પુરવઠા પર પણ વાવાઝોડાની અસર જણાઈ હતી. ભરૂચ નગર સ્થીત ખેતીવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિ ખાતે છૂટક શાકભાજીનું વેચાણ કરતા લારી વાળાઓ ખુબ ઓછી સંખ્યામા ગયા હતા તો તે સાથે ભરૂચની ગૃહિણીઓએ શાકભાજીનો સ્ટોક કરવાનું વલણ અપનાવતા શાકભાજીના ભાવોમાં વધારો જણાયો હતો. સાથે જ વિવિઘ કચેરીઓમાં કર્મચારીઓની સંખ્યા પણ પાંખી જણાઈ હતી.