Published by : Rana Kajal
જો તમે બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો પહેલા જાણી લો કે બેંકમાં નોકરી કેવી રીતે મેળવી શકાય છે. જો તમે એ વિચારી રહ્યા છો કે બેકમાં નોકરી મેળવવી એકદમ સરળ કામ છે, તો અમે તમને જણાવી દઇએ કે એવું બિલકુલ નથી. કારણ કે બેંકની નોકરી માટે જે પરીક્ષાઓ લેવામાં આવે છે. તે ખૂબ જ અઘરી હોય છે. તેથી ૪ બેંકની પરીક્ષાઓ પાસ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે સખત મહેનતની સાથે અભ્યાસ કરશો તો ચોક્કસ તમે બેકિંગ પરીક્ષાને સરળતાથી પાસ કરી લેશો. આના લેખમાં અમે આપને બેંકની પરીક્ષાની તૈયારી કરવા માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.
સિલેબસ સમજી લો
પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલા સિલેબસને સારી રીતે સમજી લો. જે વિષયોમાંથી પેપરમાં પ્રશ્નો પુછાય છે, તે વિષયોની એક યાદી બનાવો. આ તમારી તૈયારી માટે એક રોડમેપ તરીકે કામ કરશે.
સ્ટડી મટીરિયલ્સ પસંદ કરો
ટેક્સ બુક, રેફરન્સ બુક, ગાઇડ અને પાછલા વર્ષના પેપર લેવા યોગ્ય સ્ટડી મટીરિયલ્સ પસંદ કરો. એક સ્ટડી પ્લાન તૈયાર કરો જેમાં એક વિશિષ્ટ સમયમર્યાદાની અંદર તમામ વિષયોને સામેલ કરવામાં આવ્યા હોય. તમારી શક્તિ અને નબળાઇઓના આધારે દરેક વિષય માટે પૂરતો સમય ફાળવો. જે બાદ તેની પ્રેક્ટિસ કરતા રહો.
નિયમિત પ્રેક્ટિસ કરો
બેંક પરીક્ષામાં સફળતા માટે વિવિધ પ્રકારની સમસ્યાઓને હલ કરવી જરૂરી છે. પાછલા વર્ષના પેપર અને મોક ટેસ્ટ સહિતની ઘણા પ્રકારની સમસ્યાઓને હલ કરો. ગોખવાનું ટાળો અને તેના બદલે થિયરીને સમજવાનો પ્રયાસ કરો.
પ્રેક્ટિસ કરી ભૂલ સુધારો
આપેલ સમય અનુસાર તમામ વિષયોનો અભ્યાસ કરો અને જવાબ લખવાની વધુને વધુ પ્રેક્ટિસ કરો. પ્રયાસ કરો કે જવાબ લખ્યા પછી તમારા કોઈ મર્ગદર્શક અથવા સાથી દ્વારા તેની તપાસ કરાવો. આમ કરવાથી તમને તમારી ભૂલો વિશે ખબર પડશે અને તમે તેને સુધારી શકશો.
મોક ટેસ્ટ આપો.
પરીક્ષાની તૈયારી કરવાની સાથે તમારે મોક ટેસ્ટ પણ આપવી જોઇએ. મોક ટેસ્ટથી તમારો અનુભવ વધારો અને સાથે જ તમને એ પણ જાણવા મળશે કે તમે કર્યા વિષયમાં નબળા છો અને કયા વિષયમાં તમને વધુ જાણકારી છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધારો.
સ્વસ્થ જીવનશૈલી
તૈયારી કરતી વખતે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય આપો. પૂરતી ઊંઘ લો. સારું ભોજન કરી અને નિયમિત કસરત કરો.