બેંગલુરુના ટેકનિકલ નિષ્ણાત રાહુલ પરમારે તેમની બે વર્ષની પુત્રીની હત્યા કરી હતી જેનું કારણ જાણી પોલિસ ચોંકી ઉઠી હતી…રાહુલ પરમારે તેના સોના ચાંદીના દાગીના ચોરી થયા હોવા અંગેની પોલિસ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ દરમિયાન પોલિસને ચોંકાવનારી બાબત એ જાણવા મળી હતી કે રાહુલે જાતે દાગીના આર્થિક સંકટના કારણે ગીરવે મૂક્યા હતા. ત્યાર બાદ રાહુલે પોતાની બે વર્ષની દિકરીની હત્યા કરી હતી. અને તેના મૃતદેહને તળાવમાં વગે કરવામાં આવ્યો હતો. ગુજરાતના કોલાર તાલુકાના કેદતી ગામના તળાવમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.45 વર્ષના ટેકનિકલ એક્સપર્ટ રાહુલ પરમારે પોતે પણ આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો. રાહુલે પોલિસ સમક્ષ એવી ચોંકાવનારી વિગત જણાવી હતી કે તેની પાસે બાળકીના ભરણ પોષણ માટે જરુરી નાણા ન હતા તેથી તેણે આ પગલું ભર્યું હતુ. પોલિસ રાહુલની પત્ની અને અન્ય બાબતો અંગે તપાસ કરી રહી છે.