Home Bharuch બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત કાર્યક્રમ…

બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત કાર્યક્રમ…

0

Published by : Vanshika Gor

  • ભરૂચ જિલ્લા પંચાયત ખાતે બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહિલા લક્ષી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા

ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પંચાયત આરોગ્ય શાખા ભરૂચ,સ્ત્રીમંડળ અને નર્મદા મહિલા સહકારી મંડળી ભરૂચના સહયોગથી બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહિલા લક્ષી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાલક્ષી કાયદાકીય અને સાઈબર ક્રાઈમ અંગે જાગૃતિ તેમજ સલામતી અને સશક્તિકરણમાં વાલીઓનું યોગદાન અંગે માર્ગ દર્શન પૂરું પાડવા આવ્યું હતું

સાથે મહિલાઓને લગતી વિવિધ સરકાર યોજનાઓ સહીત મહિલાઓની સમસ્યા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એન.દુલેરા,પીએનડીટી એડવાઈઝર કમિટીના ચેરમેન વાસંતીબેન દીવાનજી,જાહનવીબેન ભટ્ટ,પી.આઈ. કરણસિંહ ગઢવી અને નીતાબેન પટેલ સહીત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version