- વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મિત્રને અભિનંદન પાઠવ્યા…
‘ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ, તેઓ બહુમત સાથે સત્તામાં પાછા ફર્યા છે. બેન્જામિન નેતન્યાહુ ઈઝરાયેલના આગામી વડાપ્રધાન હશે. નેતન્યાહુની લિકુડ પાર્ટીએ 3 નવેમ્બરે યોજાયેલી અંતિમ રાઉન્ડની મતગણતરી દરમિયાન 120માંથી 64 બેઠકો જીતી હતી. તેમને સત્તામાં આવવા માટે 61 બેઠકોની જરૂર હતી. ઈઝરાયેલમાં છેલ્લા 3 વર્ષમાં પાંચમી વખત ચૂંટણી યોજાઈ છે. જે બાદ એક પક્ષ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછો ફર્યો છે.
73 વર્ષીય બેન્જામિન નેતન્યાહુ 1996 થી 1999 અને 2009 થી 2021 સુધી 15 વર્ષ ઈઝરાયેલના વડાપ્રધાન રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ નેતન્યાહુ 15 નવેમ્બર પછી ઔપચારિક રીતે વડાપ્રધાન તરીકે નિયુક્ત થશે. દરમિયાન, ઇઝરાયેલ સ્ટેટ પ્રોટોકોલ અનુસાર, રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ નેતન્યાહૂને સરકાર બનાવવા માટે સમય આપશે.