Published by:- Bhavika Sasiya
ક્યારેક કોઇ ચલણી નોટ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા કોઇ ખાસ નિર્ણય કરે તો તેના અન્ય ફાયદાઓ પણ મળી શકે છે. જેમકે હમેશા છુપાતા રહેતા નકસલીઓ પણ ચલણી નોટ બેન્કમાં ભરવા આવતા તેઓ ઝડપાઈ ગયા હતા..
આ ધટના છત્તીસગઢના બિજાપુર જિલ્લાના મહાદેવ ઘટમાં બની હતી. જેમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમ જોતાજ બે ઈસમો નાસવા જતા પોલીસે તેમને દબોચી લીધા હતા ત્યાર બાદ તેમની તપાસ કરતા તેઓ નકસલી હોવાનુ અને તેમના નામ ગજેન્દ્ર મડવી અને લક્ષ્મણ કુંજમ હોવાનુ જણાયું હતું. સૌથી નવાઇની બાબત તો એ છે કે નકસલીઓ 6 લાખના મૂલ્યની બે હજારની ચલણી નોટો જુદી જુદી બેન્કોની 11 પાસબુક લઈને આવ્યાં હતા.