- પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરોની ઓળખ કરી લીધી
બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મી કાશ્મીરમાં એક બદમાશ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં તે તેની નવી ફિલ્મ “ગ્રાઉન્ડ ઝીરો” માટે શૂટિંગ કરી રહ્યો હતો. અનંતનાગના પહલગામમાં અભિનેતા અને અન્ય ક્રૂ મેમ્બરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનંતનાગ પોલીસના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ 7:15 વાગ્યે શૂટિંગ સમાપ્ત થવા દરમિયાન ફિલ્મના ક્રૂ પર હુમલો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પથ્થરમારો કરનાર વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધવામાં આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો ઈમરાન હાશ્મીની ગ્રાઉન્ડ ઝીરોના શૂટિંગ દરમિયાન આવી કોઈ ઘટના બની નથી. પરંતુ, શૂટિંગ પૂરું થતાં જ કલાકારો સાથે ફિલ્મના મેકર્સ માર્કેટમાં ફરવા નીકળી પડ્યા હતા. ત્યારે ત્યાં હાજર કેટલાક અજાણ્યા લોકોએ અચાનક તેના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉપરાંત, પથ્થરમારો કરનારા બદમાશો વિરુદ્ધ કલમ 147, 148, 370, 336, 323 હેઠળ FIR નોંધવામાં આવી છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર ઈમરાન હાશ્મી છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં છે. જ્યાં તે પોતાની નવી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન તેજસ દેઓસ્કર કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. દર વખતની જેમ આ વખતે પણ કલાકારો આ ફિલ્મ દ્વારા તેમના ફેન્સ માટે કેટલાક મોટા સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. તે જ સમયે ભૂતકાળમાં ફિલ્મમાં ઇમરાનની સામે મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રીને લઈને સોશિયલ મિડિયા પર ખૂબ જ હલચલ મચી ગઈ હતી.