Published By : Parul Patel
ભરૂચ એલસીબીનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના અપહરણ વીથ આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા દશ મહિનાથી નાસ્તી ફરતી મહિલા ભરૂચમાં ફરી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભરૂચ શહેરના કોર્ટ રોડ ઉપર મૂળ બોરી ગામની અને હાલ વડદલા અતિથી રીસોટ નજીક આવેલ શીલ્પી સીટી રેસીડેન્સીમાં રહેતી રીન્કુબેન વીનોદ વાણંદને ઝડપી પાડી તેને ભરૂચ એ ડીવીઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.