Published by : Anu Shukla
- નિધનના 5 વર્ષ બાદ લોન્ચ થવા જઈ રહી છે આ બુક
- 40 વર્ષના કરિયરમાં આશરે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું
બોલીવૂડની દિવંગત સુપરસ્ટાર શ્રીદેવીના જીવન પર બાયોગ્રાફી લખવામાં આવી છે. આ બુક તેમનાં નિધનના 5 વર્ષ બાદ લોન્ચ થવા જઈ રહી છે. આ બાયોગ્રાફીનું નામ ‘શ્રીદેવી: ધ લેજન્ડ’ છે, જેને શ્રીદેવીના પતિ બોની કપૂર લોન્ચ કરશે. એવુ માનવામાં આવે છે કે શ્રીદેવીના જીવન પર આધારિત આ પુસ્તક વર્ષ 2023માં પબ્લિશ કરવામાં આવશે. આ બાયોગ્રાફીના લેખક ધીરજ કુમાર છે, જે કોલમિસ્ટ, લેખક અને રિસર્ચર છે. આ બુક દ્વારા તે બાયોગ્રાફી ડેબ્યુ કરી રહ્યા છે. આ બુકના રાઇટ્સ વેસ્ટલેંડ બુક્સને આપવામાં આવ્યા છે.
મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
ધ લેજન્ડ’ બુક વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરતા વેસ્ટલેંડ બુક્સે કહ્યું, ‘ અમે આ જાહેરાત કરતા ખુબ એક્સાઈટેડ ફીલ કરી રહ્યા છીએ કે અમે શ્રીદેવીના જીવન પર આધારી બાયોગ્રાફીને પબ્લિશ કરીશું. તે એક આઈકોનિક સુપરસ્ટાર અને સાચા લેજન્ડ હતા.’ શ્રીદેવીના પતિ બોની કપૂરે પણ સોશિયલ મીડિયા પર બાયોગ્રાફીથી જોડાયેલા આ પોસ્ટને શેર કરી છે.
40 વર્ષના કરિયરમાં આશરે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું
શ્રીદેવીનું ફિલ્મી કરિયર ખુબ શાનદાર રહ્યુ છે. શ્રીદેવીએ બોલીવૂડમાં એક્ટર તરીકે શરૂઆત વર્ષ 1978માં આવેલી ફિલ્મ ‘સોલવા સાવન’ થી કરી હતી. આ ફિલ્મમાં શ્રીદેવી સાથે અમોલ પાલેકરે કામ કર્યું હતું. આ બાદ શ્રીદેવીએ ફિલ્મ ‘હિમ્મતવાલા’ માં કામ કર્યું હતું. તેઓએ તેમનાં 40 વર્ષના કરિયરમાં આશરે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. હિંદી ફિલ્મોની સાથે સાથે તેમણે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સિનેમા જગતમાં તેમનાં યોગદાન માટે વર્ષ 2013માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.