Published by : Rana Kajal
મહાઠગ કિરણ પટેલે બોપલના બિલ્ડર સાથે રૂ 80 લાખની ઠગાઇ કરી હતી. આ ગુનાની તપાસ અંગે ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલના રિમાન્ડ મેળવ્યા હતા. જે પુર્ણ થતા તેને જેલમા મોકલી દેવામાં આવ્યો હતો.વડાપ્રધાનના કાર્યાલયમા ફરજ બજાવતો હોવાની બોગસ વાતો કરી લોકો સાથે ઠગાઈ કરતા મહાઠગ કિરણ પટેલે બોપલના બિલ્ડર ઉપેન્દ્ર સિંહ ચાવડાને આરોપી કિરણ પટેલે વર્ષ 2017મા વિશાલ કોર્પોરેશન નામની પેઢીના પ્રોપરાઈટર તરીકે નારોલ ખાતેની જમીન રૂ 80 લાખમાં વેચાણ કરી હતી. જેનો કબજો વગરનો બાનાખત કરી આપ્યો હતો. ત્યારબાદ કાયદેસરનો વેચાણ દસ્તાવેજ નહિ બનાવી આપતા બિલ્ડરે ફરીયાદ આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે અંગે કિરણ પટેલના રિમાન્ડ પૂરા થયા હતા.