Published By : Patel Shital
- નવજોતસિંહ સિદ્ધુ ની ઝેડ પ્લસ સુરક્ષા કેટેગરી હટાવી દેવામાં આવી…
સૌથી બોલકા રાજકારણી અને પુર્વ ક્રિકેટર જેલમુક્ત થયો હતો. પરંતું જેલ મુક્ત થતાં જ નવજોતસિંહ સિદ્ધુની સિકયુરિટી Z + ના સ્થાને Y કેટેગરીની કરવામાં આવી છે.
પુર્વ ક્રિકેટર અને ભાજપમાંથી લોકસભા ચૂંટણી લડનારા તેમજ બાદમાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ સુધી પહોંચેલા નવજોતસિંહ સિદ્ધુ હાલમાં પટિયાલા જેલમાં છેલ્લા 1 વર્ષથી સજા ભોગવી રહ્યા છે. વર્ષ 1990માં બનેલી ઘટનામાં ગત વર્ષે નવજોતસિંહ સિદ્ધુને સજા થઈ હતી. 34 વર્ષ જૂના મામલે પટિયાલા જેલમાં 1 વર્ષથી સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુને આજે મુક્ત કરવામાં આવ્યા. આ મામલે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને માહિતી શેર કરવામાં આવી હતી.
નવજોતસિંહ સિદ્ધુની જેલમાંથી છુટ્ટી થવા વચ્ચે સિદ્ધુની સિક્યોરિટીને લઈને માહિતી મળી રહી છે. કોંગ્રેસ નેતાની Z + સિક્યોરિટી હટાવીને Y કેટેગરીની સિક્યોરિટી કરી દેવામાં આવી છે. 20 મે 2022ના રોજ સિદ્ધુને રોડ રેજ કેસમાં 1 વર્ષની સજા સંભળાવામાં આવી હતી. આ સજા પૂરી થઈ ગઈ છે.
નવજોત સિંહ સિદ્ધુ પંજાબની રાજનીતિમાં મોટું નામ માનવામાં આવે છે. તેઓ હંમેશા લાઈમલાઈટમાં રહ્યા છે. શમશેર સિંહ દુલ્લો, લાલ સિંહ, મોહિન્દર કેપી અને વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવા સિદ્ધુને મળવા પટિયાલા જેલ પહોંચ્યા હતા. બીજી તરફ આજે જેલમાંથી મુક્ત થયા બાદ સિદ્ધુ કાલીમાતા મંદિર અને દુ:ખ નિવારણ ગુરુદ્વારામાં માથું નમાવા જઈ શકે છે.