કાર્તિક આર્યનનો રોમેન્ટિક અવતાર ચાહકોમાં ઘણો લોકપ્રિય છે. તેની સ્ટાઈલને કારણે તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મજબૂત છે. કાર્તિક આર્યન બોલિવૂડમાં ગોડફાધર વિના સ્ટાર બનવાનું લેટેસ્ટ નામ છે. એન્જિનિયરિંગના ક્લાસ છોડીને ગ્વાલિયરની ગલીઓમાંથી બહાર આવીને કાર્તિકે બોલિવૂડમાં પોતાના દમ પર જગ્યા બનાવી છે. આજે કાર્તિક 32 વર્ષનો થઈ ગયો છે. તે એક સમયે મિડ અને લો બજેટ ફિલ્મોનો હીરો હતો પરંતુ હવે સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ સાથે એ-લિસ્ટ એક્ટર બની ગયો છે.
કાર્તિકના માતા-પિતા ઈચ્છતા હતા કે કાર્તિક એન્જિનિયર બને. એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. આ દરમિયાન તેને હીરો બનવાની ઈચ્છા જાગી અને તે એન્જિનિયરિંગના ક્લાસ બંક કરતો અને ફિલ્મો માટે ઓડિશન આપવા જતો હતો. લાંબા સમય સુધી સંઘર્ષ બાદ ફિલ્મ પ્યાર કા પંચનામા મળી હતી. પ્રથમ ફિલ્મ હિટ રહી હતી પરંતુ કાર્તિકને નવી કાર ખરીદવા માટે તેટલા પૈસા નહોતા મળ્યા. તેથી, થર્ડ હેન્ડ કાર ખરીદી હતી. ઓછા બજેટની ફિલ્મ અને થર્ડ હેન્ડ કારથી શરૂ થયેલી કાર્તિકની ફિલ્મી સફર આજે એક ફિલ્મની ફી 35-40 કરોડ સુધી પહોંચી ગઈ છે. હવે કાર્તિક 4.5 કરોડના લિમ્બોર્નિગીમાં ફરે છે.
કાર્તિક હવે એક ફિલ્મ માટે લગભગ 35 થી 40 કરોડ રૂપિયા લે છે. તે દર મહિને 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.