બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ તેના અદ્ભુત અભિનય અને સુંદરતા માટે સતત ચર્ચામાં છે. હાલમાં, અભિનેત્રી કોર્ટની નોટિસને લઈને હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં ઐશ્વર્યા રાયને બાકી ટેક્સ જમા ન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા રાયની જમીન પર બાકી ટેક્સને ધ્યાનમાં રાખીને નાસિકના તસલીદારે અભિનેત્રી વિરુદ્ધ નોટિસ મોકલી છે.એક વર્ષનો ટેક્સ ભરવાનો બાકી છે, જેની કિંમત 21,960 રૂપિયા જણાવવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ નાસિકના સિન્નરમાં અડવાડી વિસ્તારમાં પવનચક્કી માટે જમીન ખરીદી હતી. એક વર્ષ માટે જમીનનો વેરો રૂ. 21, 960 છે. સિન્નરના તહસીલદારે ઐશ્વર્યા રાયને બાકી રકમ ભરવા માટે નોટિસ મોકલી છે. ઐશ્વર્યા પાસે અડવાડીના પહાલી વિસ્તારમાં 1 હેક્ટર જમીન છે. ઐશ્વર્યાએ 1 વર્ષથી આ જમીનનો બાકી વેરો ભર્યો નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાએ વિન્ડ પાવર જનરેશન કંપની સુઝલોનમાં રોકાણ કર્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અનેક સેલિબ્રિટીઓએ પણ વિન્ડ પાવર કંપની સુઝલોનમાં રોકાણ કર્યું છે.