બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ રામસેતુની ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરના વિડિયો પર માત્ર કલાકોમાં જ લાખો વ્યુઝ મળ્યા છે. ગત સોમવારે અક્ષય કુમારે ટ્રેલર પહેલા આ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી તેઓની આગામી ફિલ્મ રામસેતુને લઈને ચર્ચામાં છે. આજે અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ ટ્રેલરમાં અક્ષય કુમારનો રોલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં આર્કિયોલોજિસ્ટ આર્યન કુલશ્રેષ્ઠના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર સિવાય અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ અને નુશરત ભરૂચા મહત્વના રોલમાં છે. અભિષેક શર્માએ રામસેતુને ડીરેક્ટ કરી છે. આ સાથે તેઓએ ફિલ્મની સ્ટોરી પણ લખી છે.
ફિલ્મ રામસેતુનું ૨ મિનિટ અને ૧૦ સેકન્ડનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ આગામી ૨૫ ઓકટોબર એટલે દિવાળીના દિવસે થિયેટરોમાં જોવા મળશે.