નવી દિલ્હી : બોલીવુડ એકટ્રેસ રિચા ચઢ્ઢા અને એકટર અલી ફઝલ 4 ઓક્ટોબરે લગ્ન કરવાના છે. અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓએ વર્ષ 2017માં પોતાના રિલેશનશિપની સ્થિતિની પુષ્ટિ કરી હતી. ત્યારે તેમના લગ્નના અહેવાલો વચ્ચે, સુપર સ્ટાઇલિશ લગ્નનું આમંત્રણ હોવા છતાં એક વિચિત્ર આમંત્રણની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. લગ્નના આમંત્રણમાં રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બંનેની સાયકલ સવારીનું સુંદર પ્રસ્તુતિ છે. આ આમંત્રણને મેચબોક્સના આકારમાં ડિઝાઇન કરાયું છે અને તેના પર છપાયેલ ટેકસ્ટમાં “કપલ મેચ” લખવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, આમંત્રણ ખૂબ જ સરસ છે. ફુકરેના સહ- કલાકારો દિલ્હી તેમજ મુંબઈમાં લગ્નની ઉજવણી કરશે. જેમાં ઓક્ટોબરના મધ્યમાં આઈકોનિક દિલ્હી જીમખાના ક્લબમાં લગ્ન પછી દિલ્હીમાં એક ખાસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દંપતી 4 ઓક્ટોબરે મુંબઈમાં લગ્ન કરશે અને એક દિવસ પછી તેઓ તેમના પરિવાર, મિત્રો અને ઉદ્યોગના મિત્રો માટે લગ્નનું રિસેપ્શન યોજશે. તેમના લગ્ન ઉત્સવ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. લગ્ન પહેલાના ત્રણ ફંક્શન્સ – કોકટેલ, સંગીત અને મહેંદી થવાની સંભાવના છે. ત્રણેય ફંક્શન્સ નવી દિલ્હીમાં યોજાય તેવી શક્યતા છે.”