બોલીવૂડ સ્ટારર વરુણ ધવન અને એકટ્રેસ કૃતિ સેનનની ફિલ્મ ભેડિયા આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક ફિલ્મનો ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. વરુણ ધવનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટીઝરમાં ફિલ્મ નિર્દેશક અમર કૌશિકના વિસ્ફોટક રેપ અને જબરદસ્ત ક્રિએટિવ કોમેડીની ઝલક જોવા મળી રહી છે. રીલીઝ થયેલ વિડિયોમાં નાનું શહેર, એક સમુદાય, એક જંગલ અને પ્રાણી વરુને રજૂ કરવામાં આવ્યા છે. 25 નવેમ્બર 2022ના રોજ વરુણ ધવન અને કૃતિ સેનનની આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ ભેડિયા થિયેટરમાં રીલીઝ કરવામાં આવશે.