Published By : Parul Patel
પ્રિન્સ ચાર્લ્સ ને કિંગ ચાર્લ્સ 3 તરીકે અને કવિન કેમિલાને રાણી તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો.
આ સમારોહ વેસ્ટમિસ્ટર એબી ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર વિશ્વમાંથી આશરે 4000 જેટલા આમંત્રિતોને આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. જેમાં વિશ્વના દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, હાજર રહયા હતા.

આ પ્રસંગમાં મૂળ ભરૂચ જિલ્લાના વહાલું ગામના પુત્ર અને વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયેલા ઈંદ્રિસ પટેલને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને ઇદ્રીશ પટેલ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જે ભરૂચ જિલ્લા માટે ગૌરવ અપાવતી ધટના બની હતી.