Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalબ્રિટનમાં હવે 'ભારતીય રાજ'નો આરંભ થાય તેવી સંભાવના...

બ્રિટનમાં હવે ‘ભારતીય રાજ’નો આરંભ થાય તેવી સંભાવના…

Published By : Aarti Machhi

PM તરીકે ઋષિ સુનકની જીત લગભગ નક્કી જણાય છે જોકે આજે પરિણામ આવતા જ UKમાં દિવાળી ઉજવાય તેવી સંભાવના….ઋષિ સુનકને બ્રિટનના આગામી પીએમ બનવા નક્કી માનવામાં આવી રહ્યા છે તયારે સોમવારે સાંજે 6.30 વાગ્યે પરિણામ આવી જશે. પ્રધાનમંત્રી લિઝ ટ્રસ્ટના રાજીનામા પછી બોરિસ જોનસન, ઋષિ સુનક અને પેની મૉરડૉન્ટના નામ સામે આવ્યા છે. રવિવારે બોરિસ જોનસન રેસમાંથી બહાર થઈ ગયા હતા અને હવે માત્ર બે દાવેદાર જ રહ્યા છે.સુનકની જીત કેમ નક્કી? તે અંગે જોતાં બ્રિટનની સંસદમાં 357 સાંસદ છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, પ્રધાનમંત્રી બનવા 100થી વધુ સાંસદોનુ સમર્થન હોવું જરૂરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સુનકને 155 સાંસદોનું સમર્થન છે. બીજી તરફ પેની મૉરડૉન્ટ માત્ર 25 સાંસદોનું સમર્થન મેળવી શકી છે. આ માટે આજે પાર્ટીના સભ્યો બેલેટથી નહી પણ ઓનલાઈન વોટિંગ કરશે એમ જ જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!