Published by : Rana Kajal
- ઘૂસણખોરો ને જહાજૉ પર રાખવામાં આવશે…
બ્રિટન પણ અન્ય યુરોપિયન દેશોની જેમ ઘૂસણખોરોની સમસ્યાથી પીડાઈ રહ્યુ છે. આવા ઘૂસણખોર ઝડપાયા બાદ તેમને હોટલોમાં રાખવામાં આવે છે. જે પાછળ ખુબ ખર્ચ થતા આ ખર્ચનો બોજ બ્રિટનના કરદાતાઓ પર પડતો હોવાથી વડાપ્રધાન સુનકે આ આર્થીક ખર્ચ ઘટાડવા નવી યોજના તૈયાર કરી છે… બ્રિટનમાં ખુબ મોટી સંખ્યામા ગેરકાયદેસર રીતે લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે આવા ઘૂસણખોરો ઝડપાયા બાદ તેમને હોટલોમાંં રાખવા પાછળ ખુબ મોટો ખર્ચ થતો હોય અને આ ખર્ચ નાગરિકોના કર માથી થતો હોય બ્રિટનના લોકો પર આર્થિક બોજ વધે છે જે ટાડવા માટે વડાપ્રધાન સુન કે ઘૂસણખોરોને જહાજ પર રાખવાની યોજના બનાવી છે. ઍક જહાજ પર ઓછામાં ઓછા 1હજાર ઘૂસણખોરો રહી શકશે આવા ત્રણ કરતા વધુ જહાજો તૈયાર કરવાની હાલ યોજના છે