Published by : Rana Kajal
ભારતીય મીઠાઈ ઍવી બરફી ખુબ પ્રસિદ્ધ છે. માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ બરફી આગવી લોકપ્રિયતા ધરાવે છે ત્યારે તાજેતરમા બ્રિટિશ વડાપ્રધાન સુનકે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ને પોતાની માતાના હાથની બનાવેલી બરફી ખવડાવી હતી સાથેજ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. બ્રિટિશ વડાપ્રધાન સુનકે જણાવ્યુ કે તેમના માતા ઉષાએ બરફી બનાવી હતી.આ બરફી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કિને સાધારણ ભુખ લાગતાં ખવડાવી હતી. યુક્રેનના પ્રમુખ બરફીથી પ્રભાવીત થયા હતા