Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeTop NewsLife Styleબ્લૂટૂથ એરપોડ્સ, ઈયરબડ્સ અથવા નેકબેન્ડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે છે જોખમી…

બ્લૂટૂથ એરપોડ્સ, ઈયરબડ્સ અથવા નેકબેન્ડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે છે જોખમી…

Published by : Rana Kajal

બ્લૂટૂથ હેડફોનનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. માર્કેટમાં ઘણા પ્રકારના એરપોડ્સ, ઈયરબડ્સ અને વાયરલેસ નેકબેન્ડ મળી રહ્યા છે. નાન બ્લૂટૂથ હેડફોન હેન્ડી અને વાયરલેસ હોવાના કારણે લાઈફ સરળ તો થઈ જાય છે પરંતુ તેમાંથી નીકળતાં રેડિયો ફ્રિક્વન્સી (RF) રેડિએશન હેલ્થને નુકસાન પણ પહોંચાડે છે. એક રિસર્ચ અનુસાર, બ્લૂટૂથ ઈયરબડ્સના વધારે ઉપયોગથી બ્રેન કેન્સરનું જોખમ વધી શકે છે.

ન્યૂરોલોજિકલ બીમારી : નોન-આયનોઇઝિંગ રેડિએશનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં સતત રહેવાથી બ્રેન ટિશ્યુ ડેમેજ થવાની આશંકા હોય છે જે ન્યુરોલોજિકલ બીમારીઓનું કારણ પણ બની શકે છે.

બ્રેન કેન્સરઃ ઈયરબડ્સમાંથી નીકળતા રેડિએશન બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે, તે ઉપરાંત જો બ્રેનમાં પહેલાથી કોઈ ટ્યુમર છે તો રેડિએશન તેને વધારવાનું કામ કરે છે જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પણ જોખમ વધે છે.

કાનના પડદા પર ખરાબ અસર : હેડફોનના વધારે ઉપયોગથી કાનના પડદા પર પણ અસર પડે છે. સાઉન્ડથી કાનના પડદા પર સતત વાઈબ્રેશન થાય છે, જેનાથી પડદા ફાટવાની આશંકા રહે છે.

ઓછું સંભળાવું અથવા બહેરાશ આવવી : સતત લાંબા સમય સુધી વધારે વોલ્યુમમાં ગીત સાંભળવાથી ઓછું સાંભળવા જેવી સમસ્યા થાય છે. આપણા કાનની સાંભળાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ છે, જે ધીમે ધીમે 40-50 ડેસિબલ સુધી ઘટી જાય છે. જેનાથી બહેરાશની ફરિયાદ થવા લાગે છે. ઘણી વખત વધારે અવાજથી હોર્નનો અવાજ પણ નથી સંભળાતો અને દુર્ઘટનાનો ભોગ બની જઈએ છીએ.

ઈન્ફેક્શનનું જોખમ : કોઈ અન્ય હેડફોનના ઉપયોગથી કાનમાં ઈન્ફેક્શનનું જોખમ રહે છે. જો તમે ઈન્ફેક્શનથી બચવા માગો છો તો હંમેશાં તમારા હેડફોનનો જ ઉપયોગ કરો. જો કોઈ અન્ય હેડફોનનો ઉપયોગ કરવો પડે તો તેને પહેલાં સારી રીતે સાફ કરી લો.

ટિનિટસઃ આ એક એવી સ્થિતિ છે જેમાં દર્દીને સતત કાનમાં એક પ્રકારનો અવાજ સંભળાય છે. ઈયરફોન પર ફાસ્ટ વોલ્યુમમાં ગીત સાંભળવાથી તેની આશંકા વધી જાય છે. ડૉક્ટરોના મતે ફાસ્ટ વોલ્યુમમાં ગીત સાંભળવાથી કાનમાં ‘છન છન’ જેવો અવાજ આવે છે, ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે.

માથામાં દુખાવોઃ વાયરલેસ ઈયરબડ્સથી નીકળતાં રેડિઅશનના કારણે મગજ પર ખરાબ અસર પડે છે. ઘણી વખત માથામાં દુખાવો અથવા ઊંઘ ન આવવા જેવી સમસ્યા પણ થવા લાગે છે.

ઈયરબડ્સ ગર્ભવતી મહિલાઓ અને નાનાં બાળકો માટે વધારે જોખમકારક :

પ્રેગ્નન્સી દરમિયાન લાંબા સમય સુધી ઈયરબડ્સ પર ગીતો સાંભળવાથી અથવા લાંબા સમય સુધી વાતો કરવી વધુ નુકસાનકારક છે. કેટલાક રિસર્ચના અનુસાર, પ્રેગ્નન્સી દરમિયાન રેડિએશનવાળાં ગેજેટ્સનો ઉપયોગ માતા અને ગર્ભમાં ઊછરી રહેલાં બાળકો બંનેને નુકસાન પહોંચાડે છે. રેડિએશનની અસર, પ્રેગ્નન્સી લોસની આશંકા સામાન્ય કરતાં વધી જાય છે. જ્યારે તેની અસરથી જન્મ લેનાર બાળકમાં એક પ્રકારની ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાની આશંકા હોય છે. સંશોધકો ગર્ભવતી મહિલાઓને બ્લૂટૂથ ઈયરબડ્સ ઉપરાંત બીજા તમામ એવાં ગેજેટ્સથી દૂર રહેવાની સલાહ આપે છે જેનાથી નોન-આયનોઇઝિંગ ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિઅશન ઉત્પન્ન થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!