કિશોરકુમાર અને આશા ભોંસલેએ 550 યુગલગીતો ગાયા છે. એમાંથી દસ બાર ગીતો પસંદ કરવા, બંનેના યાદગાર સોલો ગીતોની હરમાળામાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલા ગીતો પસંદ કરવા, અને એ ગીતો આબેહૂબ રજૂઆત કરી શકે એવા સમર્થ પ્લેબેક સિંગર અને પ્રચુર માહિતી હળવી શૈલીમાં રજૂ કરી શકે એવા એન્કર તેમજ ઓરકેસ્ટ્રા એવી કે એકેએક વાજિંત્ર વગાડનાર વાદ્યક્ષેત્રના હીરોને સૌને ધ્વનિ માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચાડનાર કોહીનુર સાઉન્ડ સર્વિસની સાથે અનોખો, અલભ્ય, અદભુત સંગીતોનો જલસો ગ્રહણ કરે એવા સુજ્ઞ પ્રેક્ષકો રસ તરબોળ થયા શનિવાર તારીખ 6 જાન્યુઆરી રાતે સવા નવ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન, ભરૂચમાં કારણ દીપેન ભટ્ટ અને તેમની સક્ષમ ટીમ આયોજીત “દિલ આજ શાયર હૈ” મ્યુઝિક લવર્સ ક્લબ. ભરૂચનો મધ્યાંતર સાથે 210 મિનિટનો કાર્યક્રમ, “મોજ પડી ગઈ, ભાઈ, ગુલાબી ઠંડીમાં રામ સીતારામ જય જય રામ સીતારામ કરતા અભિનંદનની વર્ષામાં કલાકારોને ભીજવતા એકાદ મનગમતું ગીત ગુનગુનતા ઘર તરફ પ્રયાણ કરતા ગયા.
ધોરણ 12 ની પરીક્ષા આપી, મોહમયી મુંબઈથી, નર્મદા કિનારે ભરૂચના કલાભવનમાં વોઇસ ઓફ આશા અનન્યા સબનીસે આબાલવૃદ્ધ સૌને ડોલાવી દીધા. અમદાવાદથી પધારેલા વોઇસ ઓફ કિશોરકુમાર હિમાંશુ ત્રિવેદી યોડેલિંગના કિંગ, એનર્જેટિક, પાવર હાઉસ, એ બરાડા પાડે, કોઈને ખીજવાય ધમકાવે તો પણ એમના કંઠમાંથી તાલબદ્ધ સુર રેલાય.
એન્કર, સંચાલક, એમ. ઓ. સી. વિગેરે શબ્દોથી આપણે પરિચિત છીએ. આ સપ્તરંગી મેઘધનુષી કાર્યક્રમમાં નવો શબ્દ મળ્યો, શબ્દ ગુંફન. આ કમાલ રઈશ મનીયાર જ રજૂ કરી શકે. એમણે કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું રજૂઆત ચોટદાર, અને આકર્ષક હોવી જોઈએ. શરૂઆત અને અંત નજીક હોવા જોઈએ. સાચા અર્થમાં શબ્દના સ્વામી ખાનદાની રઈશ અમીબહેનની પ્રેમવર્ષામાં તરબોળ સુર તાલ અને લયનાં ઝવેરી, ફિલ્મી દુનિયામાં જાવેદ અખ્તર, ગુલઝાર અને અમિતાભ બચ્ચન સાથે એમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા, કવિ ગઝલકાર, કોલમીસ્ટ, નાટ્ય લેખક, મિતભાષી, સંશોધક, અનુવાદક, સૂર્યનગરી સુરતનાં કલાભૂષણ કિશોરકુમાર અને આશા ભોંસલેના જન્મથી માંડીને કલાકારના જીવનમાં તબક્કાવાર કેવા પ્રસંગો બન્યા હતા, તેની છણાવટ કરતા ગયા અને ગીતોની પ્રસ્તાવના આપતા ગયા.
મનન પારેખ અને તેમની ટીમમાં દુર્ગા પ્રસાદ તબલાવાદક, અલ્પેશ રાણા કોંગો, ઢોલક અને બોંગો, મુન્નાભાઈ તુમ્બા, બાબુભાઈ પેડ અને ડ્રમિસ્ટ, સેક્સા ફોન યોગેશભાઈ, મનન પારેક સિંથેસાઇઝર નિષ્ણાત. મધ્યાંતરમાં આત્મન ભટ્ટ અને દીપાંશુ પટેલ પ્રસિદ્ધ ગીતોની મેલોડી પીરસી હતી.
ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ ઝુમરુ, ચીક ચીક બમ બમ, હવા કે સાથ સાથ (સીતા ઔર ગીતા), નીલે નીલે અંબર પર, આ જાનેજા (જવાની દીવાની), એક ચતુર નાર બડી હોશિયાર (પડોશન), હમે ઔર જીને કી ચાહત ના હોતી (અગર તુમ ન હોતે) ખફાના હોના, વાદા તો નિભાના (જોની મેરા નામ) તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, નિગાહે મિલાને કો જી ચાહતા હૈ (કવ્વાલી) આંખો કી મસ્ત (ઉમરાવજાન) ઘુંઘરુ કી તરાહ બજતા રહા હું મેં (ખિલોના).હોઠો પે એસી બાત (જ્વેલ થીફ) રાત અકેલી હૈ, બુઝ ગયે દીયે, એક હસીનાથી (કર્ઝ), મેરે નૈના સાવન ભાદો (મહેબૂબા), ઇન્તેહા હો ગઈ (શરાબી) પ્યાર હમે કિસ મોડ પે લે આયા (સત્તે પે સત્તા) ઈના મીના ડીગા છેલ્લા ગીત ને તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ એવિએશન મળ્યું.
જય હો ! કિશોર – આશા