Published By : Parul Patel
- ✍️ ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ તથા બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન વળતર વિવાદ: ભાગ:2
- ✍️ કેટલાક વાસ્તવિક, પણ કિસાનોમાં વળતર મુદ્દે અસ્વીકૃત,વિવાદ જન્માવનાર મુદ્દાઓ, કે જે સરકારી ગણિતમાં કદાચ સાચા પણ હોઈ શકે છે…
- ✍️ જમીન સંપાદનના આટલા મુદ્દે રાજ્યસરકારના એવોર્ડ સામે કેન્દ્ર સરકાર કોર્ટેમાં ગઈ, વિકાસના મુદ્દે ભાજપ વિરુદ્ધ ભાજપ..??
ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેન અને બુલેટ ટ્રેન માટેના પ્રોજેકટ માટે જમીનો સંપાદનના મુદ્દે ભરૂચ જિલ્લાને વલસાડ, નવસારી, સુરતના ભાવે જમીન સંપાદનની એક જ સરખી જંત્રી ગણીને કિંમતો ખેડૂતોને ચૂકવવાનો મામલો ન્યાયિક લઢાઈમાં સપડાયો છે…ધાર્યો, ઈચ્છીત ભાવના મળતા ભરૂચના 33 જેટલા ગામોના 1500 જેટલા ખાતેદારો સરકારના પ્રોજેકટમાં અસહયોગના માર્ગે આગળ વધી રહ્યા છે, તો કેન્દ્ર સરકાર ઊંચા અને એક સરખા ઊંચા ભાવોએ જમીનો સંપાદિત કરી,”ડોશી મર્યાની ચિંતા નહીં, પણ જમ ઘર ભાળી ગયા” જેવી ચિંતાથી એનો ધરાર લોજીકલ આરગ્યુમેન્ટ થી, દાખલા દલીલ સાથે ધરાર ઇનકાર કરી રહી છે…જો ઊંચો જંત્રી ભાવ આ જમીનોના કારણે હાલ પડી જાય તો સરકારને ભાડભુતમાં વિયર કમ કોઝવે તથા બીજા પ્રોજેક્ટોમાં ટૂંકા ભવિષ્યમાં જ સંપાદિત કરવાની જમીનોના મશ મોટા કરોડો, અબજો રૂપિયાના ચૂકવણાઓની એક ચિંતાથી કપાળે કરચલીઓ પડે છે…જેમાં ભારે મોટા પાયે પ્રોજેકટ આવતા પૂર્વે જ કીસાનોની જમીનો પર બાનાખતો, ખરીદી કે ડમી દસ્તાવેજોની માહિતી છેક કેન્દ્ર સરકાર સુધી પહોંચી છે…તો બીજી બાજુ એક દલીલ એવી પણ થઈ રહી છે કે જો ઊંચા ભાવો ચૂકવાયા, દસ્તાવેજો થયા તો સંપાદાનમાં જવા સિવાયની, હજારો એકર જમીનો અને ખેડૂતનું ભવિષ્ય શુ?? કોણ એટલી ઊંચી જંત્રી એ બાકીની જમીનો ખરીદશે?? દસ્તાવેજો કરશે?? આ પણ સરકારની ચિંતા હોઈ શકે…
આજે અહીં પ્રજાની જાણ માટે,સરકારની કેટલીક વાસ્તવિકતા વાળી જણાય એવી વાતો-દલીલો અત્રે મુકું છું,સત્ય ની જ જીત તો થશે…પણ આ પણ એક જાણવા-સમજવા જેવું તો છે જ…લાબું છે એટલે હું pdf ફાઇલ સાથે મુકું છું…વાંચવા જેવું તો છે જ…સમજવા જેવું પણ બધા એ…જરૂરી નથી કે બેઉ પક્ષ સાચા જ હોય…જે થોડું પણ સત્યથી, વાસ્તવિક્તાઓથી દૂર હોય, એને નજીક જઈ, વાસ્તવિક બનીને રાષ્ટ્રહિત કે વિકાસના કાર્યોમાં સમર્પિત થવું જોઈએ, પણ પોતાના જીવન કે અસ્તિત્વ, કે અન્યાયની લાગણીઓ સાથે નહીં…પ્રજાના, વાચકોના, કિસાનોના નિષ્પક્ષ, નિખાલસ અને ન્યાયિક પ્રત્યેક સૂચનો જો એ આ વિવાદના નિકાલ માટે ટાંકણીની ટોચ જેટલા પણ મદદરૂપ થતા હોય તો આદર પૂર્વક સ્વીકાર્ય છે…શરત એ કે આખી pdf ફાઇલની વિગત શાંત ચિત્તે, સમસ્યાના ન્યાયિક નિકાલના સંદર્ભમાં વાંચી, સમજી દેશ હિતમાં નિકાલ માટેનો પ્રયાસ હોવો જોઈએ….🙏🙏