Published By : Parul Patel
- ✍️ ભરૂચ જિલ્લા કલેકટર અને બૌડા ચેરમેન, ઓથોરિટી મોટી કે એક ભોલાવ ગ્રા.પંચાયતનો ભાજપનો આજ-કાલનો ચૂંટાયેલો સભ્ય-નેતા??
- ✍️ બૌડાની સંપૂર્ણ પ્રોસેસ-પ્રક્રિયા-મન્જુરી પછી પોતાની કે સોસાયટીની પરમિશન લઈને બાંધકામ કરવાનો રોફ જમાવનાર, દાદાગીરી કરનાર પ્રયાગરાજ છે કઈ મોટી ટોપી ??!!
- ✍️ ખુદની જ સોસાયટીમાં જ અઢળક મકાનોમાં અનિયમિતતા, દબાણો, પરમિશન વિના બાંધકામ અંગે આ કહેવાતો નેતા કેમ કાંઈ બોલતો નથી??
ભરૂચ શહેર જિલ્લામાં આજ કાલના ભાજપમાં આવેલા મૂછનો દોરો પણ ના ફૂટેલા બની બેઠેલા નેતાઓ એ પોતાનું રાજ્કીય મહત્વ બતાવવા બેફામ દાદાગીરી, નેતાગીરીને ડાકલા વગાડવા માંડ્યા છે. ગળામાં કેસરીઓ ખેસ એટલે ભાજપનો મોટો નેતા એવું માની બેઠેલા ભોલાવ ગ્રામપંચાયતનો એક સભ્ય પ્રયાગરાજ વાંસિયાએ નામ કમાવવાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા જતા મીડિયાની ટીકા અને મજાકનું સાધન બની ગયો છે, જોકે ભાજપ તો એને છાવરશે, થાબડસે, વાપરશે અને જો ગોડ ફાધર્સનું ચાલશે તો પ્રમોશન પણ આપી દેશે, સિવાય કે આખો મામલો ‘ઉપર’ પહોંચે તો કંઈ ઠપકો મળે.
આખી ઘટના કંઈક એવી છે કે અસંખ્ય ખાનગી સોસાયટીઓની જેમ મોજે ભોલાવ ગ્રામપંચાયતમાં રે.સર્વે નં. 25/08 પર એક ખાનગી સોસાયટી ખુલ્લા પ્લોટ્સ વેચાણ કરીને લગભગ 2012-13 આસપાસ કે તે પૂર્વે “સિદ્ધિવિનાયક” સોસાયટી બની હોવાનું બહાર આવ્યું છે. આ સોસાયટી એક લઘુમતી કુટુંબની સંયુક્ત માલિકીની હતી, જેનું પ્લોટિંગ કરી ક્રમશ: વેચાણ થયેલું, આ લઘુમતી કુટુંબનો પણ પ્લોટ હજુ આ જ સોસાયટીમાં હોવાનું, અને એમના દ્વારા પણ કોમનપ્લોટ કે કોઈક જનીન પર દબાણ થયું હોવાની ફરિયાદ આ સોસાયટીના જ રહીશો દ્વારા ભૂતકાળમાં ઉઠી હતી, પણ એ મુદ્દે કદાચ અવાજ નહીં ઉઠાવી શકનાર અને તાજેતરમાં પહેલા અપક્ષ અને પછી ભાજપમાંથી ઉભા રહી ખાલી ગ્રા.પં.નો સભ્ય બનનાર અને ઊંચી રાજકિય નજરો રાખનાર લબરમુછીયા પ્રયાગ રાજ વાસંદિયાએ આ સોસાયટીના રહીશોનું નેતૃત્વ કરી શુક્રવારે કલેકટરને આવેદન પત્ર આપ્યું, જેમાં ખુદ બૌડા સામે આક્ષેપ કર્યા, મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપ્યા…જેમાં કહ્યું, સોસાયટીની પરમીશન લીધા વિના બે બિલ્ડર ભાઈઓએ ગેરકાયદેસર, નિયમો વિરુદ્ધ, પોતાના મકાનનું કામકાજ શરૂ કર્યું છે, તેને તાત્કાલિક રાકાવો. સાથે બે ચાર પેપર કટિંગ પણ મુક્યા છે…
આ લબરમૂછીયો નેતા શું ને કેટલું ભણ્યો છે, એ ભગવાન જાણે, આવેદન પત્ર તો કોઈ વકીલ પાસે જ રેડી કરાવ્યું હશે, જેમાં પણ એનું અજ્ઞાન, દ્વેષ અને ઈર્ષ્યા સ્પષ્ટ દેખાય છે.
આવેદન પત્રના આક્ષેપો જોતા પૂર્વે, જેની સામે આક્ષેપો છે તે બે બિલ્ડર્સની વાત કરી લઈએ. ભરૂચના ચાર-પાંચ પ્રતિષ્ઠિત મનાતા અગ્ર હરોળના સેજલ શાહ અને મનોજ શાહ નામના બે ભાઈઓએ આ સોસાયટીમાં જુના બે મકાનો ધરાવતા સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી સ્વ.તુષાર ચોકસીના બે બંગલા પ્લોટ 09,10 ખરીદ્યા, જેને તોડી, નિયમોસાર સંપૂર્ણ કાયેદસર પ્રક્રિયા-પ્રોસેસ બૌડા પાસે પાસ કરી-કરાવી, નીતિ નિયમો સાથે બાંધકામનો પ્રારંભ બિલ્ડર્સ દ્વારા કરતાં સોસાયટીના રહીશો ભડકયા, કે કોઈકે હેતુપૂર્વક ભડકાવ્યા..કારણકે સોસાયટીના તો કોઈ સરકારી ચોપડે સહકારી કે બિનસહકારી ધોરણે રજીસ્ટર્ડ કરાવી હોવાનો કોઈ પુરાવો રહીશો આપી શક્યા નથી. એટલી જ નહીં, મને મળેલી ફરિયાદો મુજબ તો ખુદ સોસાયટીના જ કેટલા મકાનોમાં કાયદાની એસીતેસી કરીને, પરમીશનો વિના નવા અને જૂના બાંધકામોમાં બેફામ ફેરફાર કરાયા છે, જો ગૂગલ મેપમાં બૌડા જુવે તો બૌડા ઉપર ગંભીર આક્ષેપ મૂકીને ન્યાય માંગવા ગયેલા આ રહીશોનું સાચું સત્ય બહાર આવે..કહેવાય છે કે એકાદ ફૂટ જમીનતો ખુદ પ્રયાગ રાજના ઘરની જ આમ તેમ છે..?!!રહીશો સાથેની ચર્ચામાંથી જ જાણવા મળ્યું કે કોઈ માટીએડા છે, જેમનું કંપાઉન્ડ વોલ 15 વર્ષથી બાંધી શકાયું નથી, શુ આ પ્રયાગરાજને ખબર છે.?? અરે,કોના ઘરોમાં રોડ પર દોઢ, બે,ત્રણ ફૂટના દબાણો છે એ પણ પ્રયાગરાજ કે બૌડા શોધે તો અસંખ્ય લોકો દુઃખી થાય..કોઈ સૈયદ છે, જે જમીનનો મૂળ માલિક હોવાનું બહાર આવ્યું છે, કોમન પ્લોટમાં દબાણ હતું ? કોણે દૂર કરાવ્યું.?? ઉત્તર અને દક્ષિણ દિશામાં શુ હજુ દબાણો છે.?? સોસાયટીના રસ્તાઓ નિયમાનુસારના છે ખરા?? ખુદનું ના જોનારાઓ કેમ બે મકાન લઈ એકીકરણ નિયમોનુસાર કરાવી ને, હેતુફેર કરાવી, કોમર્શિયલ માટેની મંજૂરી લઈ, ફી ભરીને 6 માળની બૌડાની મંજૂરી બાદ આવેદન પત્ર આપવામાં કોને ક્યાં અને શું દુખ્યું એ શોધતા કૈક આશ્ચર્ય જનક વાત નજરે પડી.
પ્રયાગરાજ નિવૃત્ત મામલતદારનો દીકરો છે, સારી વાત છે, પણ સરકારી સર્વન્ટના દીકરાને સરકારી મંજૂરીઓની ગંભીરતા ખબર નહીં હોય?? પણ ખબર નહીં કોની, કેટલી ને કઈ પ્રકારની કૃપાથી, કે સયોગ્યતા આ છોકરા પાસે રેતીની લિઝ મંગલેશ્વર પાસે હોવાનું કહેવાય છે. રેતીની લિઝ અને સોસાયટીમાં બાંધકામ કરનાર બિલ્ડર જોડે જો કોઈ વ્યવસાયિક મતભેદ કે લેવડ દેવડના કારણે વિવાદ જન્મ્યો હોય તો એ પણ એક તપાસનો વિષય થાય છે…કળયુગ, ભરૂચ અને ભાજપમાં બધું જ શક્ય છે. પણ તપાસ કરે કોણ?? જો કોઈ વ્યવસ્થિત લોકો કાયદાનો ગેરફાયદો ઉઠાવી ખોટી રીતે આવેદન પત્રો આપી, ફોટા પડાવી, ઇન્ટરવ્યૂ આપી મીડિયામાં વાહવાહી કે રાજકિય ધાક જમાવવા સક્રિય હોય તો કલેકટર સાહેબે એમની વિશાળ સત્તા ત્યાં પણ વાપરવી જ જોઈએ…
રહી વાત આવેદન પત્રમાં થયેલા બે-ચાર ગંભીર આક્ષેપોની…તો રહેણાંકના મકાનોના બે પ્લોટ ખરીદી એની પર બે જ માળ બંધાય, પણ જો સરકારી નિયમો પ્રમાણે કોમર્શિયલ બિલ્ડીંગ માટે નિર્ધારિત ચાર્જ ભરી, પરમિશન લઈ 5-6 માળ બંધવાની પરમિશન બૌડા આપે, તો બિલ્ડર પોતે પણ રહીશ બની એ કામ કરી શકે.
બીજી એક લાઇન ધ્યાન ખેંચનારી છે, ગેઇલ-ONGCની ગેસ પાઇપ લાઇન સદર પ્લોટની બાજુમાંથી પસાર થતી હોઈ, તમારી, બૌડાની NOC લીધા વિના સ્થળ પર હાઇરાઈઝ વાણિજ્ય હેતુ માટે મોટું બિલ્ડીંગ કાયદાનો ભંગ કર્યા બાબતે બિલ્ડરને પૂછતાં એણે સચોટ દલીલ કરતા પ્રશ્ન કર્યો કે સાહેબ, ભોલાવ ગ્રામપંચાયતે જ આ સોસાયટીને મંજૂરી આપી હશે, તો જ ત્યાં મેં જે બે ઘર લીધા, તે તોડ્યા અને નવા બનાવું છું, તો જે તે સમયે આ પાઇપ લાઈનો નહતી?? આજે થોડી આવી છે?? જો આ પાઈપલાઈનો જ મુદ્દો હોય તો આખી સોસાયટી બની કેવી રીતે?? અને મંજૂરી તો ફાઈલમાં છે જ. આવેદનપત્રની છેલ્લી લાઇન બહુજ ધ્યાન ખેંચનારી અને અહંકારી છે: પ્લોટ 09 અને 10 રહેણાંક સોસાયટીના પ્લોટ છે અને જેમાં વાણિજ્ય બાંધકામ અમારી સંમતિ વિના કરી શકાય નહીં…પ્રશ્ન એ કે કયો કાયદો આવી અનરજીસ્ટર્ડ સોસાયટીની સત્તા આપે છે, તે પણ બૌડાની પરમિશન પછી?? મેં પહેલા બિલ્ડરને બોલાવી આખી ફાઇલ સ્ટડી કરી, કારણકે બિલ્ડર કાંઈ પણ કરી શકે છે…પણ અહીં આ વ્યક્તિનો એકાહનકાર અને કંઈક શંકાસ્પદ લાગ્યું, એને પણ મોબાઈલ કરી સાચા ન્યૂઝ માટે એની ફરિયાદ,પેપર્સ માગ્યા…તો ન્યાયના નામે સસ્તી પ્રસિદ્ધિ માટે આવેદનપત્ર બની ગયું…હા, આજ કાલ ન્યાયના નામે પણ અન્યાય, હેરાનગતિ, કોઈ અડચણ ના પણ હોય, પણ કોઈ કાયદા કે જોગવાઈનો ઉપયોગ કરી, કરાવી ખુદ પહેલો સગો ગણાતો પાડોશી પણ ‘પતાવી’ દેવાનો દાવ કે પછી સેટલમેન્ટ ના ખેલ બહુ જ સામાન્ય બની ગયા છે. પણ મીડિયા તરીકે આ આખા કિસ્સાની તલ સ્પર્શી તપાસ અને ગુન્હેગારને શિક્ષા તો ઇચ્છીશું જ…✍🏻✍🏻