Published By : Parul Patel
- ✍️ ભરૂચ જિલ્લાના ભાજપના રાજકારણીયોમાં ખરેખર “કોને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું??” શું સાંસદ મનસુખ વસાવા પણ મીડિયા સામે જંગે ચઢી કોઈના ‘હાથા’ તો નથી બની ગયાં ને?? ભારે કિરકીરી કોણે કરાવી આ બુઝૂર્ગ અને અનુભવી નેતાની??
- ✍️ ભાજપને એમના જ ‘માલ ખાઉં’ ભ્રષ્ટ નેતાઓ જ નડે છે – બદનામ કરે છે : અને એમને ખુલ્લા પાડતાં કે સાચું બોલતા- બતાવતાં પત્રકારો નેતાઓને નડે છે..
- ✍️ આખા ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતા અને મતની ટકાવારી, માર્જિન શું માત્ર ભરૂચના પત્રકારોના કારણે જ ઘટ્યું છે?? જિલ્લા ભાજપ આત્મ મંથનને બદલે પારકા દોષ જ જોશે ??
ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા વિધાનસભાની ચૂંટણીઓમાં અકબંધ રહી, બલ્કે થોડી વધી, જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા બેઠકો પર સારી એવી બહુમતીથી પક્ષ જીત્યો, એમાં પણ ઝગડીયાની અસંભવ લાગતી વિધાનસભા બેઠક પણ ભાજપ જીત્યું.. જો કે એ વખતે પણ જાહેરમાં સાંસદ અને જિલ્લા પ્રમુખ વચ્ચે ક્રેડિટના મુદ્દે જાહેરમાં તું તું મેં મેં થઈ અને પ્રજાએ જોઈ….બધી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત પણ કમળમય બની..પણ સંગઠને જીતનો બધો શેરો પોતાના માથે બાંધી એજ જુના જૂથવાદ અને ગ્રુપીઝમ પ્રમાણે મારાં- તારાં ના ખેલ પાડી દીધા..નિમણુંકોમાં ભારે રસ્સા ખેંચ, ભાગીદારી અને ‘વહીવટ’ થયો.. એ પછી તાલુકા પંચાયતો હોય, જિલ્લા પંચાયતો કે કોઈ પણ નિમણુંક..
નવા નવા ચૂંટાયેલા બે ત્રણ નેતાઓએ તો આગલું પાછલું હિસાબ કરી કરીને સેટલમેન્ટમાં ડુંગર ખડકવા માંડ્યા.. પક્ષ જાણે એક જાહેર “વેપારી વડુ મથક” બની ગયો, પ્રજા કલ્યાણના કાર્યો ભુલાયા પાલિકાઓમાં તો આમ પણ “ટેન્ડર કાંડ” ચાલતા જ હતાં.. નવા ગોડફાઘરઓએ બધે જ ટકાવારી સેટ કરવા છૂટો દોર આપતાં ખાનગી તિજોરીઓ ભરાઈ.. સ્થાનિક સ્વરાજ્યની તિજોરીઓ તળિયા ઝાટક થઈ…આ બધું બેફામ બનતા, ગંદા પાણી જાહેરમાં છલકાવા માંડતા, ભાજપની શાખ તૂટી…ભગવો ફિક્કો પડ્યો..અને પ્રજા નારાજ, નિરાશ અને નિષ્ક્રિય થઈ.. જૂથબંધી અને ભ્રસ્ટાચાર, પ્રજાની સુવિધાઓ તરફ અવગણના અને જાહેરમાં વ્યભિચારના ભવાડા એ પક્ષને હાની પહોંચાડી.. અને આ કામ અનિચ્છાએ પણ કર્તવ્ય પાલન કરવા મીડિયાએ કરવું પડ્યું…
👉 ખાલી ભરૂચ નગરપાલિકાનું જ ઉદાહરણ લો.. વીજળી બિલના મુદ્દે અંધાર પટ, દેવાદાર પાલિકામાં પીવાના પાણીનુ જળ સંકટ… અરે વારંવાર થતાં એકના એક ઉદઘાટનોના વારંવાર જાહેર થતાં ફોટાઓ અને બાકી કે બેકાર દેખાતું કામ અને પરિણામ શૂન્ય?? શું થયું ભરૂચ નગર પાલિકાની ડ્રેનેજ યોજનાનું?? કેટલા કરોડના ખર્ચે પાઇપ લાઈનો જોડવાની હતી, કનેકશનો જોઈન્ટ થવાના હતાં ?? કેટલા કરોડનું બજેટ હતું??? ગટરનું ડ્રેનેજ વોટર ઘરે ઘરેથી નીકળતું ચાલું થઈ ગયું?? અમારી સોસાયટીમાં તો નથી થયું!!! અરે કેટલાક વિસ્તારમાં હજુ તો ગટરો બનાવવાનું કામ બાકી બોલે છે…ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી ક્યારે પત્રકારોને બોલાવી આ મુદ્દે નિખાલસ પ્રેસ કોન્ફ્રન્સ કરી પેપર પર આંકડા, ફોટા સહિત આપશે? અરે, ભરૂચ પાંચબત્તીનો રોડ પેવર્સ એ પણ ઊંચા-નીચા નાખ્યા પછી કેમ અડધો રહ્યો?? કેમ પહોળા ના થયાં એ રસ્તા?? ક્યા ગયું ડિવાઈડર…?? આ વરસાદમાં પાણીના નિકાલની કોણ ખાત્રી આપશે??
ભાજપ જો “હું, બાવો ને મંગળદાસ” વાળું જ કરે,તો લોકપ્રિયતા ઘટે જ ને..?? શું પત્રકારોએ વરસાદી કાન્સનુ કામ રોક્યું હતું?? શું પત્રકારો GEB ને વારંવાર પાવર કટ કરવા ઉશ્કેરે છે?? શું પત્રકારો એ મનસુખલાલને સલાહ આપેલી કે બધા જ મોબાઈલ પર આવતા કોલ ઉઠાવો, અને કોઈ ઉશ્કેરે તો ઉશકેરાઈને પણ અપશબ્દો બોલો..?? અને તે પણ પોતાની જ્ઞાતિ – જાતિ કે દલિત નાગરિકોની સામે?? શું સોશિયલ મીડિયાનો પાવર આ સાંસદ અને એમના બે ચાર ચેલા ચપાટિયા એવા સોશિયલ મીડિયા સંભાળતા એની અવળી અસર નહતા જાણતા?? ભરૂચના પીવાના મીઠાં પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો રમેશભાઈ, વિભૂતીબેન, હેમેન્દ્ર પ્રજાપતિ, મારુતિ સિંહજી? કેટલો?? માં. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આ ચોમાસા માટે રેડી જ રહશે.? પ્રજાની પડખે રહેવા, સેવા કરવા…પછી પત્રકારોના માથે ના ઢોળશો કે પક્ષવિરોધી સમાચારો આપી પક્ષને બદનામ કરે છે…પક્ષનાં નાના નાના કાર્યક્રમો પ્રજા સમક્ષ મુકતા પત્રકારો જયારે ટીકા કરે ત્યારે શત્રુ જેવા કેમ લાગે છે?? માણસ બદનામ એની કાર્યરીતિ, નીતિ અને સ્વભાવ, સ્વાર્થથી થાય છે.. હવે તો આખો દેશ જાણી ચૂક્યો છે કે મીડિયા, એ પણ તથસ્ટ મીડિયા, ગોદી મીડિયા કે માત્ર પાર્ટી પ્રવક્તાઓ નહિ, જે પણ ખોટાં કામો, વ્યભિચાર કે ભ્રસ્ટાચાર વિશે બોલે, તો ફટ દઈ “પક્ષ વિરોધી”નુ લેબલ ઠોકી દેવાનું.. કામ પૂરું…અને પાછું પક્ષની ઘોર ખોદવાનું કામ તો પાર્ટીના જ મોટાં માથાઓએ જ કરવાનું… ઘટના ગોંડલની હોય, રાજકોટની રૂપાલાજીની હોય કે અગ્નિકાંડની…વડોદરાના શાળાના છોકરાં ડૂબાડનારી બોટ કાંડની હોય… ત્યાં ભરૂચના પત્રકારો, અરે નરેશ ઠક્કર ગયો હતો?? બસ.. સાચું બોલો, લખો, ખુલ્લા પાડો એટલે ધાક ધમકીઓ શરૂ… સુરતના કલેક્ટરને જમીન કૌભાંડમાં કયા પત્રકારે સસ્પેન્ડ કરાવ્યા?? કયો ભાજપ નેતા પાછળ છે?? છેક દિલ્હી કોણે દોડવું પડ્યું?? થોભો,વડોદરાના બોટ કાંડની તપાસમાં પણ સોનાના બિસ્કિટના શોખીન- ભૂખ્યા IAS અધિકારીને નોટિસ મળ્યાનું બહાર આવ્યું છે, ‘રાવ’ છેક CMO -PMO સુધી પહોંચી છે, અને જે અધિકારી CM ને પણ ગાંઠતા નથી, એમનો પણ ખેલ બહાર આવી રહ્યો છે… હા, મીડિયા એમને પણ પછી તો નહિ જ છોડે…એ એની તો ફરજ બજાવશે જ ને..આ તો ઠીક, મારી પાસે રજે રજ સચોટ માહિતી પ્રાપ્ત થઈ ચુકી છે કે મનસુખ વસાવાને કોણે, કેમ અને કેવી રીતે ઉઠા ભણાવી, ભેરવ્યા છે મારી સામે જાહેરમાં… કયા હેતુ, ટાર્ગેટ સાથે… આવેદન પત્ર પાઠવવા માટે કોણે કોણે, ક્યા ક્યા રાતોરાત મોબાઈલો ઠોક્યાં અને જાણે મોદી સાહેબની પ્રચાર સભામાં જનમેદની કરવાની હોય એ રીતે વિનંતિઓ કરી… પક્ષમા પણ દાવ નાખ્યો કે ચલો બધા એક થઈ આ માણસને (મને ) પાડી દઈએ.. પણ ભરૂચ શહેર, તાલુકા કે જિલ્લા ભાજપનો એક પણ નાનો મોટો ચહેરો કેમ ના દેખાયો?? શું જિલ્લાનું સંગઠન ને વિશ્વાસમાં સત્તાવાર લેવાયું હતું?? સંગઠને, બીજા નેતાઓએ કન્ફ્રર્મ કરેલું કે કોઈ સામાજિક ગુન્હો બને છે??એટલી ઉતાવળ શું હતી સાંસદ શ્રી ને ?? પક્ષને ખબર નથી કે એક પ્રિન્ટ મીડિયાએ સાંસદ શ્રી નો સમાચાર લેવાથી બહિષ્કાર કરેલો??
આર એસ દલાલ ના મુદ્દે પણ પોતાની સ્વાર્થ સાંધવા અને મને દબાવવા-બદનામ કરવાનાં સવિશેષ હેતુ થી.. મારી પીઠ પાછળ ખેલ કરનારા હવે ખુલ્લા પડી ગયાં છે… એ આખુ પ્રકરણ હું ખુલ્લું પાડું છુ અને હજુ પાડીશ… શું કોઈ જમીન પચાવી પાડવા સામેથી હાઇકોર્ટ સુધી જાય?? સ્કૂલ શિફટિંગ માટે રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા, રાજ્યના- ભરૂચના જ સહકાર મંત્રી ઈશ્વરસિંહ, ધારાસભ્ય અરૂણસિંહજી, ઉપદંડક દુષ્યંત પટેલની હાજરીમા ખચોખચ ભરેલા પંડિત ઓમકારનાથ હોલમાં..કલેકટર, જિલ્લા શિક્ષણધિકારી… ની ઉપસ્થિતિમાં થાય તો એ શું જમીન પચાવી પાડવા માટેનો કાર્યક્રમ હોય?? તો આ બધા પણ શું એ ષડયંત્રના ભાગીદારો હતાં, એવુ મનસુખલાલનું કેહવું છે?? અરે, રમેશભાઈ મિસ્ત્રી અને ધર્મેશ મિસ્ત્રી, ધર્મેશ ભટ્ટ સુદ્ધા હાજર હતાં, એ લોકો પણ એ ફોટા જોઈ લે, અને યાદ કરી લે કે એ ઈચ્છા, આનંદ અને સદ કાર્યોમાં જોડાવા આવ્યા હતાં કે?? રમેશ મિસ્ત્રી તો દલાલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, માતૃ સંસ્થા માટેનો પ્રેમ એમનો આત્મા જાણે…હા, માત્ર મનસુખલાલ નહતા…કેમ એ પણ હવે કોઈ એ કેહવાની જરૂર નથી, અને અલમાંવાડી સરકારી સ્કૂલ કોણે પચાવી પાડી એ પણ હવે શોધવું પડશે..જયારે હું ક્યાંય આ બાબતે ખોટો કે કાયદેસર રીતે ખરાબનિયત વાળો નથી, બધું જ જાહેરમાં, સરકારશ્રી હા, ભારતીય જનતા પાર્ટીની સરકારશ્રીની કાયદેસરની મંજૂરી વાળી પ્રક્રિયા હોય ત્યારે એક સાંસદના FB પર આવું લખાવનાર કે લખનાર માટે ભરૂચ બધું જ જાણે છે, નહિ જાણતું હોય, તો હું ડીટેલમાં વારંવાર જણાવીશ, દલાલ સ્કૂલ મારી માતૃ સંસ્થા હતી.. છે, જ્યાં જેટલું, જેટલીવાર જે રીતે…લઢવું પડશે એટલું ન્યાયિક રીતે લઢીશ એના પુનઃ ઉદ્ધાર.. પ્રગતિ માટે.. છેક સુધી લઢીશું ન્યાય, સત્ય માટે.. યુટ્યુબ પર આ શાળાની સ્થાપનાથી માંડી “હિસ્ટ્રી એન્ડ પ્રોસેસ ફોર પ્રોગ્રેસ… RS દલાલ હાઈસ્કૂલ ભરૂચ ” ટાઇટલથી તમામ ડોક્યુમેન્ટ્સ..સાથે ડોક્યુમેન્ટ્રી સ્ટોરી મુકીશ…જગત આખુ જોશે..
આપણું આજીવન હોય છે શું ??? આપણે સાથે લઈને જવાનું પણ શું છે, બે ખાલી હાથેજ જવાનાં છીએ ને???? જે છે, હતું એ સરકારી સંસ્થાનું જ છે..ખોવાનું છે તો ખોટું કરનારા, કમાનારા અને સત્તાથી તડપતા નેતાઓનુ… હા, બધા નેતા એવા નથી, ઘણાં એ જી જાનથી મદદ કરી છે આ સંસ્થા બચાવવા..પણ જે ઈર્ષ્યાળું અને નકારાત્મક અભિગમ વાળા છે, એમને પાઠ તો ભણાવવો જ પડશે, એમના કાળા કરતુતોનો તો મોટો ભંડાર છે…..કોઈ ડર વિના એમને પડકારવા પડે, તો પડકારીશું …