✍️ વિશ્વના સહુથી મોટા લોકશાહી દેશ ભારતની 2024ની લોકસભાની ચૂંટણીઓ પર વિશ્વની બારીકાઇ ભરી નજર…
✍️ ગુજરાતમાં 7 મેંના 25 બેઠકોના મતદાનમાં ભાજપની સ્થિતિ અતિ મજબૂત…
✍️ કોઈ ગમે તે કહે.. ભરૂચની બેઠક પર મનસુખલાલનો કેસરીઓ વિજય રથ નિશ્ચિત : માત્ર ચમત્કાર જ એમનો સાતમો વિજય રોકી શકે..
વિશ્વની સહુથી મોટી જનસંખ્યા ધરાવતા લોકશાહી દેશ ભારતમાં લોકસભાનું ચૂંટણીયુદ્ધ આખા વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે… એમાં કોઈ લોકશાહી દેશ હોય કે બિનલોકશાહી સત્તા ધરાવતો દેશ, ભારત પર સહુકોઈની બારીક નજર મંડાયેલી છે, પછી એ અમેરિકા હોય,ફ્રાન્સ, જર્મની, જાપાન, કેનેડા હોય, રશિયા, ચીન હોય કે પાડોશી પાકિસ્તાન… ઇવન આરબ કન્ટ્રીસ પણ ભારતની તમામ ગતિવિધિઓ પર બાઇનોક્યુલર માંડીને બેઠા છે કારણકે વિશ્વની મહાસત્તાઓ માટે ભારત ઘણી બધી રીતે અતિ મહત્વનું રાષ્ટ્ર એની લોકશાહીના 75 વર્ષ બાદ બની ચૂક્યું છે…એમાં પણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ મજબૂત રાષ્ટ્રીય નેતાની છબી ઉપસાવનાર નરેન્દ્ર દામોદારદસ મોદીએ ભારતની પ્રચંડ નેતૃત્વ શક્તિનું વિશ્વને ભાન કરાવ્યું છે, ધ્યાન ખેંચ્યું છે….
દરેક લોકશાહી દેશમાં ચૂંટણીપ્રક્રિયાઓ નિશ્ચિત સમયાંતરે અનિવાર્ય બને છે અને જનતા જ જનાર્દન હોય છે… આઝાદીના 75 વર્ષ બાદ ભલભલી લોખંડી અને મજબૂત સત્તાઓના જનતાએ મૂળિયાં ઉખેડી નાખ્યા છે, તો શુંભૂ મેળા જેવી મિશ્ર સરકારો આપીને નવતર પ્રયોગો કર્યા છે, મન્ડલ -કમન્ડલ ચાલ્યા છે, તો એક સાંસદની બહુમતી વાળી પી. વી.નરસિંહરાવ વાળી સરકારે ‘પાંચ’ પુરા કર્યા અને મોરારજીની લોકપ્રિય સરકારને ઘરે બેસતી પણ જોઈ છે…
અનેક ચઢાવ ઉતાર અને પરિવર્તન સાથે ભારતમાંથી હિન્દુસ્તાન બનવા તરફ જવાની ઈચ્છાશક્તિ અને નેમ સાથે રાષ્ટ્રવાદી સંસ્થાઓના પ્રભુત્વ, નેતૃત્વ સાથે 2014માં સત્તા પર બિરાજમાન થયેલા વન મેન આર્મી અને ચાણક્ય સેનાપતિ એવા બે ગુજજુ નેતાઓની જોડીએ પક્ષની નીતિ સાથે ચાલતા ચાલતા વિવિધતામાં એકતા અને અનેક ભાષાઓ, પ્રાંતો, ધર્મો વચ્ચે વહેંચાયેલા આ રાષ્ટ્રને 10 વર્ષ સત્તા સંભળવામાં નવ નેજે પાણી આવ્યા.. તદ્દન નિર્બળ કહો કે નાશવંત બની ગયેલી સદી વાળી વૃદ્ધ કોંગ્રેસ વિરોધપક્ષનુ બિરુદ પણ ઘૂમાવી બેઠી હતી.. એવા સમયે મજબૂતી, દ્રઢતાથી આગળ ચાલતા ભારતીય જનતા પક્ષે કેટલીક વહીવટી ક્ષતિઓની નુકસાની ભોગવવાનો કસમયે સામનો કરવો પડી રહ્યો હોવાનો સમય આવ્યો છે, જેને દેશ વિદેશ લોકશાહીની ભાષામાં એન્ટી ઈન્ક્મબંસી કહે છે…આજે દેશમાં આ એન્ટી ઈન્ક્મબંશી ભાજપને પગથી માથા સુધી ખંજવાળ લાવી રહી છે… એક પક્ષીય બનેલો 2024નો ભારતની લોકશાહીનો પળે પળે રંગ બદલાઈ રહ્યો છે, અસંખ્ય સારી ખોટી, વાદ વિવાદ, ચઢાવ ઉતારવાળી ઘટનાઓ એ ભલ ભલા રાજકીય પંડિતો અને જ્યોતિષોઓને ભોં ચક્કા કરી દીધા છે, તો પ્રજાને પણ કંઈક અંશે નિરાશ, હતાશ અને દ્વિધાભરી હાલતમાં મૂકી દીધી છે, ઘણું ના થવા જેવું થયું છે, અને જે થવું જોઈએ એ નથી થઈ રહ્યું..બહુ લાંબા શૂન્યાઅવકાશ-વિરામ બાદ ચૂંટણીના માહોલમાં હું મારી બ્લોગ શ્રેણી શરૂ કરવાની પ્રેકટીશ કરી રહ્યો છું.. કોશિશ કરીશ મારા ચાહક વર્ગને એક જાગૃત-સક્રિય પત્રકાર,નાગરિક તરીકે કંઈક તટસ્થ- સ્પષ્ટ માહિતી પીરસ્તો રહુ. હા, ગુજરાતની યુટ્યુબ મીડિયામાં છેલ્લા દોઢ મહિના દરમ્યાન એકમાત્ર સિનિયર પત્રકાર તરીકે જિલ્લામાં હયાત ગણાતો હોઈ વિવિધ ચેનલોમાં જિલ્લાના રાજકીય ચિત્રના મુદ્દે વિચારો,રાજકીય પ્રતિભાવો આપવા પડે છે, VBLOG આપ્યા છે, એમાં પણ નિર્ભય ન્યૂઝ પર સવિશેષ…
આજે શરૂઆત હું આપણી ભરૂચ લોકસભાની બેઠકથી કરીશ.. જે ટાઇટલો મેં બ્લોગને આપ્યા છે, એ સ્વયં સ્પષ્ટ છે… હા, જંગ એક પક્ષીય તો નથી જ નથી, ચૈતર વસાવા પણ ચાલશે જ.. મનસુખલાલને હમફાવશે પણ ખરા,પણ આવું કેમ અને કેવી રીતે?? ક્યા કારણોને લઈને?? એ બધી સ્થિતિ અને મુદ્દા બીજા બ્લોગમાં ચર્ચીશું…
ઘણાં ધ્યાન ખેંચે એવા મુદ્દાઓ લોકશાહીના હિતમાં પણ આપ સહુની સાથે શૅર કરવા છે…પાછલા આપેલા પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અંગેની રજૂઆતોના ,વચનો પણ યાદ છે… પણ એ બધું ચૂંટણીઓ બાદના પરિવર્તનો પછી ફરી એકવાર..🙏
(ક્ર્મશ )