Published By : Parul Patel
અત્યંત મહત્વના “મારા ભરૂચનું શુ❓” ની શ્રેણીના મારા બ્લોગ વચ્ચે કિસાનોના, ભરૂચના વિસ્તાર ખાસ કરી દિવા-હાંસોટની આસપાસની એક્સપ્રેસ હાઇવેમાં સંપાદનમાં જતી જમીનોનો એક ખુબજ સંવેદનશીલ મુદ્દો કેટલાક ખેડૂત મિત્રોની ચિંતાના પ્રતિભાવમાં સંપાદિત થનારી જમીન નું ઊંચું વળતર માંગતા કિસાનો અને એના કારણે નક્કી થનારી જંત્રીની ઊંચી કિંમતોના પરિણામે બાકી રહી જતી બિનસંપાદિત જમીનોના નક્કી થઈ જતી ઊંચી જંત્રીના ભાવો, એના કારણે ઉદ્દભવનારી વિસંગતતા, વિવાદ અને એ મુજબ અંકિત થતા ઊંચી આભાસી કિંમતના દસ્તાવેજોના મૂલ્યોના પરિણામે બિનસંપાદિત જમીનો એટલી ઉંચી કિંમતે ના વેચાતા (બાકીની બધી જમીનો સરકાર થોડી ઊંચા કિંમતે ખરીદશે?) જે વિકટ પરિસ્થિતિ સર્જાય એની હકીકત વ્યક્ત કરવાનો મેં પ્રયાસ કરતા કેટલાક મિત્રોએ એની સામે કેટલીક ટીકાત્મક કૉમેન્ટ્સ, અકળામણ અને ગેરસમજમાં આક્ષેપો કર્યા છે અને વિશેષ તો ડિબેટના મુદ્દે શંકા- કુશંકા વ્યક્ત કરી હતી…
ડિબેટ તો સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વાર થઈ જ છે, એ રોલ નર્મદા ચેનલનોના હોય શકે, છતાં કોઈ ઇનકાર નથી જ નથી…હા, હાલ જરૂરી પણ નથી…હું હજુ શનિવારે-રવિવારે પણ કેટલીક બાબતો ચર્ચિશ…મારી પાસે જેટલી પણ માહિતી છે એ પ્રજા સમક્ષ મુકીશ, જો ખોટો હોઉં તો સુધારજો, તમે સાચા હશો, તો એ પણ જાહેરમાં સ્વીકારીશ…
પેહલા તો એક વાતનો ધરાર છેદ ઉડાડીશું કે ચેનલ ખેડૂત તરફી નથી, વિરોધી છે.
છેલ્લા 25 વર્ષમાં અનેક કિસનોના પ્રશ્નોએ તમામ મુદ્દે, ચેનલ હકારાત્મક જ રહી છે…જગતનો તાત સહુથી પહેલો પછી બીજા…હું સાક્ષી, એ વાતનો પણ છું કે ખેડૂતો ના નામે, અસંખ્ય કિસ્સાઓમાં રાજકિય રોટલા ભૂતકાળમાં શેકાયા છે, અને હજુ શેકાય છે જ. બીજી બાજુ યોગ્ય ન્યાય અને જાગૃતિના અભાવે ખેડૂતો ની કમ્મર તૂટી ગઈ છે અને મજૂર બની ગયા છે, જમીનો પણ ગઈ, ખેતી પણ ગઈ અને એકદમ આવેલા અગણ્ય રૂપિયા પણ…એક કટુ સત્ય એ પણ છે કે કિસાન એક તરફ કુદરતી આફતોથી બાપડો રહે છે, તો બીજીબાજુ રાજકારણીઓની, રમતો માં શોષાતો રહે છે…બાપડો બની જાય છે…એક ટેલિફોનિક વાત ચિતમાં દિવામાં જ જમીન ખોનાર વ્યક્તિએ સ્વીકાર્યું કે ભરૂચ જિલ્લાની નબળી નેતાગીરીને લીધે જિલ્લાનો ખેડૂત દુઃખી દુઃખી છે…આ કટુ સત્ય છે…કોંગ્રેસ હોય કે ભાજપ તમામ રાજકારણીઓ અને ગાંધીનગરના ‘હાકેમો’ સરકારી બાબુઓએ જિલ્લાના કિસાનોને ‘વાપર્યા’ છે, શોષયા છે,
ચૂસ્યા છે…કોણ નથી જાણતું વાગરાની જમીનોના ખોટા નામે સોદા અને 50-100 કરોડના સંપાદન ના નામે ચૂકવાયેલા રૂપિયા??? છે કોઈ નેતામાં ખેડૂત તરફી ન્યાયિક બોલવાની તાકાત??
હા, 1975માં ખેડૂતોની દેવા નાબૂદીમાં થોડી સફળતા મળી, પણ ત્યાર પછી વાગરા હોય, અંકલેશ્વર-પાનોલી હોય, ઝગડીયા હોય કે જબુંસર… તગડી મલાઈ જમીન દલાલો, પછી તે રાજકારણીઓ હોય કે ગાંધીનગરના સરકારી હાકેમો જ ખાઈ ગયા છે…PCPIR કેમ અટક્યું છે?? ઢગલે બંધ કેસો કોર્ટ કચેરીઓમાં કેમ ચાલે છે?? હું ખુદ સાક્ષી-શિકાર છું પણ દૈવી કૃપાથી અમે બચ્યા છીએ..સારણની સીમ-શાયખાની સમાપદનમાં જતી કરોડોની જમીન એક દલાલ 11 લાખમાં લેવા આવેલો, ભલું થાજો એ જાગૃત સરપંચનું…રોક્યા તો આખા પરિવાર ને 3-4 કરોડ મળ્યા…ભગવાનને અંતઃકરણ થી પ્રાર્થના કે સહુને એવું જ હક્કનું, ન્યાયનું મળે…એટલે ઊંચા વળતરનું મૂલ્ય, મહત્વ તો હું ય સમજુ જ છું…પણ એ વાસ્તવિક અને નકારાત્મક અસરો નિપજાવતું ના જ હોવું જોઈએ…
પણ એક સત્ય એ પણ છે કે ભરૂચ જિલ્લામાં નબળી, સ્વાર્થી રાજકિય નેતાગીરીને કારણે જે પ્રશ્નો સરળતાથી ઉકેલાય જવા જોઈએ, એ નેતાઓના સ્વાર્થ અને રાજકારણમાં અટવાઈ વધુ જાય છે…સરકારી પ્રોજેકટમાં, સુરત-વલસાડ, અને વડોદરા અમદાવાદમાં સંપાદિત થતી જમીનોના જે ભાવ મળે છે, એ ભરૂચને નથી મળતા એ વાતમાં થોડું તથ્ય જરૂર હશે જ…
હાલનો જે જમીનોનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે એમાં ખેડૂતો કેમ ફસાયા છે??? કોના કારણે મુદ્દા અટવાયા છે…?? કોઈની ભ્રષ્ટ છાપ કે નીતિ, સ્વાર્થ જવાબદાર છે?? કે કોઈ રાજકિય અહંકાર?? કેન્દ્રમાં ભાજપની સરકાર, નીતિન ગડકરી જેવા અતિ કડક પણ પ્રજા પ્રિય-તટસ્થ અને વિકાસ પ્રેમી પ્રધાન, ગુજરાતના જ બે બાહુબલીઓનો પૂર્ણ પ્રતાપ દિલ્હીમાં, ગુજરાતને 156 બેઠકો અપાવનાર મોદીજીના પરમ ભક્ત-હનુમાન એવા સર્વ શક્તિમાન CR PATIL સાહેબ…જેમને નવસારીમાં ધાર્યું કરાવ્યું, જિલ્લા ભાજપના પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારોના સીધા માણસ એવા મારુતિસિંહ, બે બે વાર ની દિલ્હીની દૌડ, આંદોલનો પછી પણ જો કોઈ અડચણ હોય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે મડાગાંઠ, મતભેદ કે વૈચારિક મતભેદ-એકતા હોય તો એ સહુએ ગંભીરતાથી એની પાછળના તથ્યો, સત્યો એક વાર શાંતિથી સમજી અને વિચારી લેવા જોઈએ, સત્ય તો જીતે જ છે, પણ મમત કે જીદ વિનાનું જ સત્ય જીતે…જમીની વાસ્તવિકતા બંને પક્ષોએ સમજવાની-સ્વીકારવી જ પડશે…છેલ્લે અદાલતો તો છે જ ઉકેલ માટે…હું કાલે કેટલાક ઉદાહરણો સાથે આ વિવાદ પાછળની હકીકત સમજાવવા લેખિત ઉદાહરણો સાથે સત્ય કે અર્ધ સત્ય જે કહેશો એ સ્પષ્ટ કરવાની કોશિશ કરીશ પરંતુ એક મીડિયા તરીકે છેવટ સુધી અમે નિષ્પક્ષ રહીશું,બંને/સર્વે પક્ષને સમજી, સમજાવીશું…બાકી સહુના પુરુષાર્થ અને પ્રારબ્ધનું ફળ…
થોડું અંદર બહારનું કહી લઉં, આપણા જિલ્લામાં એક મોટી રાજકિય અને શશક્ત લોબી છે જ જમણે ટૂંકા ભવિષ્યમાં સરકારમાં સંપાદનમાં જનારી જમીનો એડવાન્સમાં નીચા ભાવે ખેડૂતો પાસેથી નાની મોટી લાલચ કે સ્થિતઓનો ગેરફાયદો, અજ્ઞાનતાનો લાભ લઇ એકરોમાં ખરીદી લીધી છે અને પછી સરકારી સંપાદનમાં લાખો કરોડોની કમાણી કરી છે ને બિચારો ખેડૂત…બાપડો રહી જાય છે…
મારા મનમાં એક વિચાર ખેડૂતના દીર્ઘકાલીન હિત માટેનો ઉઠ્યો છે, શુ સાચા ખેડૂતો આવી માગણી કરશે???
✅સરકારી સંપાદનમાં જતી જમીનોના 30 ટકા કિંમત ખુદ સરકાર દેશના અન્ય વિકાસ ફંડ કે PF ના સ્વરૂપે સાચવી, રિઝર્વ રાખી, જે તે ખેડૂતને આજીવન થોડું ઊંચું વ્યાજે પેન્શન જેવી આવક ખેડૂતના જ એકાઉન્ટમાં સીધી ના આપી શકે??? તેની પેઢી ને સલામત ના બનાવી શકે?? અને ડમી માલિકોનો કોઈ વધારે ખતરો પણ નહીં…એટલુંજ નહીં સંપાદનમાં જતી જમીનમાં જો છેલ્લા 4-5 વર્ષમાં જો કોઈ મલિક બદલાયો હોય તો એની પૂર્વેના માલિક ખેડૂતને પણ કોઈ હક્ક હિસ્સો આપવાનું હોવું-રાખવું જોઈએ, એવું સાચા અને મૂળ ખેડૂતો ને નથી લાગતું?? તો આ દંભી સોદાઓ પર કાબુ આવે અને સાચો ન્યાય સાચા ખેડૂતને મળે…ભાઈ આ માત્ર વિચાર જ છે…બાકી સરકાર માઇ બાપ ને ખેડૂતો જાણે…સમજે તે ખરું…અંતિમ.
આજે તો એક વાત સહુથી પહેલી મુકું છું, કે ચેનલ નર્મદાએ દિવા અને આસપાસના ખેડૂતોને એમના આંદોલનો વખતે એમના સાચા, ન્યાયિક હક્કની લઢાઈમાં, પૂરે પૂરો સહયોગ કર્યો જ છે ને આગળ પણ કરીશું, કોઈ દ્વેષ-ગ્રંથી કે અપેક્ષા વિના, પણ પ્રાર્થના એ પણ ખરી જ, કે કોઈ દુષપ્રેરણાથી, સ્વાર્થી તત્વોના ભોળવ્યા ભોળવાઈને સમજ્યા વિના વાદ ને વિવાદમાં ના ફેરવાય…મારા કૉમેન્ટ કરનાર મિત્રોને અભિનંદન સાથે એક વિનંતી…જો કોઈ ખોટા સિક્કા જેવા દલાલો, આ સોદામાં હોય તો એમને વિદાય આપજો…(અમારી પાસે અને સરકારમાં પણ આછી પાતળી માહિતી છે ખરી..) એમનું કામ “કહીં પે નિગાહે,કંહીપે નિશાના” જેવું છે. રમતો મોટી અને જુદી છે….આ આખા જમીનોની કિંમત નક્કી કરવાના વિવાદમાં ‘ભાડભુત’ તો નિમિત્ત નથી બની રહ્યું ને?? કહેવાય છે કે ત્યાં સ્વહિત ધરાવતા અસંખ્ય નેતાઓ અને અધિકારીઓની જમીનો છુપા નામે છે, એવું જાહેરમાં બોલાય છે, જે કેન્દ્રીય એજનન્સીઓની નજરમાં પણ તપાસનો વિષય બન્યો છે…સાચું ખોટું ઈશ્વર જાણે….સરકાર તો આપણી જ છે, ને નેતાઓ પણ(??)…પણ કોણ ક્યાં સુધી, કેટલું આપણું એ પ્રજા-ખેડૂતો-ઉદ્યોગપતિઓ સહુ કોઈ સુપેરે જાણે છે…હક્ક, ન્યાય અને અધિકાર માટે લઢવું તો સહુએ પડશે જ…ડો.બાબા સાહેબે બહુ મજબૂત બંધારણ-શિક્ષણ આપણને આપ્યું જ છે..🙏