Published by : Anu Shukla
- બીજા માળેથી પટકાયેલી પુત્રી સ્વસ્થ થતાં કેનેડામાં રહેતા પરિવારે 52 કિમી. પદયાત્રા કરી દ્વારકાધીશને શ્રધ્ધા સાથે શીશ ઝુકાવ્યું.
- ભગવાનની લીલા અકળ છે તેથીજ ભગવાનમાં આસ્થા અને શ્રદ્ધા રાખનાર ક્યારેય નિરાશ થતાં નથી.
મુળ સુરતનાં અને હાલ કેનેડામાં સ્થાયી કેવિનભાઈની પુત્રી જેસલીન દોઢ વર્ષ પુર્વે બીજા માળેથી નીચે પટકાઇ પડતા ગંભીર ઇજાઓ પહોચી હતી. જેને તાત્કાલિક હોસ્પીટલાઇઝડ કરાતા નવ નવ કલાકના બે મેજર ઓપરેશન કરવા પડયા હતા..
આ આખી ઘટના વિશે કેવીનભાઇએ જણાવ્યુ હતુ કે, મગજનુ ઓપરેશન હોવાથી આખો પરિવાર દીકરીની ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યારે ભગવાન દ્વારકાધીશજી યાદ આવ્યા હતા, અમોએ સાડા ચાર વર્ષ પુર્વે 52 ગજાની ધજાનુ આરોહણ કર્યુ હતુ. એટલે મે માનતા કરી કે દિકરી સાજી થઇ જાય તો હુ 52 કિલોમીટર પગપાળા ચાલી ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરવા જઈશ. થોડા જ દિવસોમાં દીકરી જેસલીન પહેલા હતી તેવી જ તંદુરસ્ત થઈ જતા અમો 52 કિલોમીટર પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છીએ.
ખૂબીની વાત એ છે કે 52 કિ મી. પદયાત્રામાં સાત વર્ષીય જેસલીન પણ પગપાળા ચાલીને આવી છે. આ માસુમ સાત વર્ષીય પુત્રી સાથે પરીવાર 52 કિ.મિ.પગપાળા ચાલી દ્રારકા આવ્યા ત્યારે દિકરી જેસલીન અને તેના પરિવારની આંખોમાં દ્રારકાધીશ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા છલોછલ દેખાઈ રહી હતી.
કેવિનભાઈ અને તેમના પત્નિ 52 કિ.મી. ચાલ્યા ત્યારે તેની દિકરી જેસલીન પણ રમતી કુદતી વગર રોકાણે 52 કિ.મી. પગપાળા ચાલી હતી. અમે જ્યારે થાક ખાતા ત્યારે જેસલીન બેસતી ન હતી. ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ એમ કેવિનભાઈએ જણાવ્યુ હતું.