Home Bharuch Devotional ભગવાન શિવને ભાંગ-ધતુરા ચઢાવવા પાછળ સમુદ્ર મંથન સાથે સંકળાયેલું છે રહસ્ય…

ભગવાન શિવને ભાંગ-ધતુરા ચઢાવવા પાછળ સમુદ્ર મંથન સાથે સંકળાયેલું છે રહસ્ય…

0

Published By : Aarti Machhi

આવતા સોમવારે એટલે કે ૫મી ઓગસ્ટ પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભક્તો ભોળાનાથને બિલિપત્ર પત્ર અર્પણ કરે છે.બિલીલપત્ર ઉપરાંત અન્ય બે વસ્તુઓ એવી છે જે પૂજા દરમિયાન શુભ માનવામાં આવે છે.શિવ પૂજા દરમિયાન ભાંગ ધતુરાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને ભાંગ ધતુરા ચઢાવવા પાછળ પૌરાણિક કથા સંકળાયેલી છે.

શિવલિંગ પર ભાંગ-ધતુરા ચઢાવવાની પરંપરા

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. જે અલગ અલગ દેવતાઓને આપવામાં આવ્યા હતા. આ રત્નોમાંથી એક ઝેર હતું, એવું માનવામાં આવે છે કે આ ઝેરની અસરથી તમામ દસ દિશાઓ સળગવા લાગી. આવી સ્થિતિમાં, પૃથ્વીને આ સંકટમાંથી બચાવવા માટે ભગવાન શિવે ઝેર પીધું અને તેને પોતાના ગળામાં રાખ્યું. એમ પણ કહેવાય છે કે આ ઝેરની અસરથી ભગવાન શિવ બેભાન થઈ ગયા અને તેમનું શરીર ગરમ થઈ ગયું. ઝેરની અસરથી રાહત મેળવવા માટે તેમના માથા પર ભાંગ અને ધતુરા મુકવામાં આવ્યા, જેનાથી ઠંડક મળી અને ઝેરની અસર દૂર થઈ ગઈ. ત્યારથી શિવલિંગ પર ભાંગ-ધતુરા ચઢાવવાની પરંપરા ચાલતી આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version