Home Amoad ભરુચ જિલ્લાની બે નગર પાલિકામાં ખાલી પડેલ 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ...

ભરુચ જિલ્લાની બે નગર પાલિકામાં ખાલી પડેલ 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર…

0

Published By : Parul Patel

  • ભરુચ જિલ્લાની બે નગર પાલિકામાં ખાલી પડેલ 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
  • આમોદ નગર પાલિકાની પાંચ પૈકી ચાર બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો, એક ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા
  • જ્યારે જંબુસર પાલિકાના વોર્ડ નંબર-7માં કોંગ્રેસના ઉમેદવારે મેદાન માર્યું…

ભરુચ જિલ્લાના જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો

ભરૂચની જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 7ની યોજાયેલ પેટા ચુંટણીની મત ગણતરી આજરોજ ચુંટણી અધિકારી એમ.બી.પટેલ અને મદદનીશ ચુંટણી અધિકારી વિનોદ પરમારની ઉપસ્થિતિમા પ્રાંત કચેરી યોજાઈ હતી. જેમા મતગણતરીના અંતે કોંગ્રેસ ઉમેદવાર કાદરબેગ મિર્ઝાને તેમના પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરતા તેઓના સમર્થકો તેમજ ટેકેદારોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર કરી વધાવી લીધા હતા, તો આમોદ નગરસેવા સદનમાં પણ પેટા ચૂંટણી યોજાય હતી. જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. અગાઉ ભારતીય જનતા પાર્ટીના આમોદ પાંચ સભ્યોએ રાજીનામ આપ્યા હતા. જે પૈકી ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો હતો, જ્યારે એક અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version