Published by : Rana Kajal
ભરૂચ નગરના જાદવ સમાજનાં ઍક આશાસ્પદ યુવાનની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો હતો. જોકે આ બનાવ અંગે નર્મદા પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા જેમની તપાસ દરમિયાન વધું ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના જણાઈ રહીં છે…ભરૂચના જગાશેઠનાટેકરા સામે હાજીખાના બજાર ખાતે રહેતા દંતેશ્વર ઉર્ફે દંતું કિરીટભાઈ જાદવ નો મૃતદેહ ઢોલાર પાટિયા પાસેના નાળા માથી નર્મદા પોલીસને મળી આવ્યો હતો. એવું મનાઈ રહ્યુ છે કે મૃતદેહને ઉપરથી નાળામાં ફેંકવામાં આવ્યો હતો. નર્મદા પોલીસે શરૂઆતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો તે આધારે તપાસ શરૂ કરી હતી જ્યારે મૃતકના શરીર પર ઇજાના ઘા જણાઈ આવતા આ હત્યાનો બનાવ હોવાનુ પોલીસને જણાયું હતું. તેમજ વધુ તપાસ કરતા મૃતકની ઓળખ દંતેશ્વર જાદવ તરીકે થઈ હતી. ત્યારબાદ વધુ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને બાતમી ના આધારે કરતા હત્યારા અશ્વિન રમેશભાઈ બારીયા રહે. વાસણા વડોદરા મૂળ રહે. ભોર તળાવ. છોટા ઉદેપુર અને હિતેશ અરવિંદ ભાઈ બારીયા રહે સરેડીયા જી છોટા ઉદેપુર ની અટક કરવામા આવી હતી. આરોપીઓની ફોર વ્હીલ કાર તેમજ હત્યામાં વપરાયેલ સાધનો પોલીસે કબજે કરેલ છે બનાવની વધુ તપાસ આમલેથા પોલીસ કરી રહી છે..