Published by : Rana Kajal
- મૌલવીને હાઇકોર્ટે રાહત ન આપી…
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 કુટુંબના 100 જેટલા પછાત હિન્દુઓનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. બળજબરીથી કરાવવામાં આવેલ ધર્માંતરણના કેસમાં આરોપી મૌલવી અબ્દુલ વહાબ વરિવાવને રાહત મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી. આ રાહતમાં મૌલવીને ટ્રાયલ કોર્ટ સમક્ષ તેના રિમાન્ડની અરજીની સુનાવણી વખતે તેને હાજર રહેવામાંથી મુક્તિ સહીતના મુદ્દે રાહત માંગતી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. એટલુ જ નહી પરંતુ મૌલવી દ્વારા વોરંટ પણ પડકારવામાં આવ્યું હતું. જૉકે જસ્ટિસ એમ આર મેંગડે એ રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.