Published By : Parul Patel
ભરૂચ નજીકનાં ચાવજ ગામની સીમમાથી ઘરેલુ ગેસની ચોરી અંગે 4 આરોપીઓને આજે તા 27 માર્ચના રોજ રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામા આવશે અલબત્ત હજી આ બનાવનો એક માસ્ટર માઇન્ડ આરોપી પોલીસ પકડ થી દુર છે.
પોલીસ આજે ઘરેલુ ગેસ ચોરીના ચાર આરોપી લાલચંદ બિષનોઇ, સમુદર પુનીયા, મહિપાલ ગોધારા, અને સુનીલ સિયાકને આજે અદાલત સમક્ષ રજુ કરશે. વોન્ટેડ આરોપી સુભાષ બિષનોઈને પકડવાનો બાકી હોય તેના આધારે રિમાન્ડની માંગણી કરશે. સૌથી મહત્વની બાબત એ છે કે આરોપીઓ ઘરેલુ ગેસના સિલિન્ડર લાવતા ક્યાંથી હતા તેની તપાસ અંગે પણ પોલીસ રિમાન્ડ માંગી શકે છે, અને આ મુદ્દાની તપાસમાં જ મસ મોટુ કૌભાંડ ઝડપાય તેવી સંભાવના છે. જેમા ઘણા નાના મોટા ધંધા રોજગાર કરતા વેપારીઓ કોઈપણ જાતના આધાર પુરાવા વગર ઘરેલુ સિલીન્ડરનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે તેનો પર્દાફાશ થઈ શકે છે એટલુજ નહી પરંતું તપાસનો રેલો ગેસ એજન્સી થી પુરવઠા વિભાગ સુઘી પહોચી શકે છે.