૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાયું છે ત્યારે ભરૂચના ચાવજ ગામમાં આવેલ સરકારી માધ્યમિક શાળા ખાતે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જે તિરંગા યાત્રા શાળાના આચાર્ય ઉર્મિલાબેન પાનવાલા અને અલ્પાબેન ઠક્કરની ઉપસ્થિતમાં નીકળી હતી જયારે મિશ્ર શાળા ખાતે આચાર્ય દાઉદ પટેલની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જે યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ યાત્રામાં શાળાના શિક્ષકો શીમાંબેન જોશી,ગીતા પટેલ,યોગિતા પટેલ,દર્શિકા મોદી,અહસન દેધરોડીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.