Published by: Rana kajal
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, તપોવન સંસ્કાર કેન્દ્રના દિનેશભાઈ પંડ્યા તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા..

ભારતીય જનતા પાર્ટી ના નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ના નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશની ઉજવણી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. દેશમાં નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળ દરમિયાન વિવિધ રોડ પ્રોજેક્ટ, મેટ્રો પ્રોજેક્ટ સહિત દેશના વિકાસ કાર્યોની ઉપલબ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી નવ વર્ષના શાસનકાળ પૂર્ણ કરી દસમા વર્ષના પ્રવેશને જન સંપર્ક યાત્રા અને વિવિધ કાર્યક્રમો થકી પહોંચાડી રહી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે લોકોમાં યોગ અંગે જાગૃતિ કેળવાય અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આજરોજ ભરૂચના તપોવન સંસ્કાર ખાતે એક યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.





