Published by : Rana Kajal
- સિગ્મા યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે ડૉ. શેશાંગ
સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ એન્ડ રિસર્ચ દ્વારા પ્રતિવર્ષ એવોર્ડ સમારોહનું આયોજન કરાઇ છે.
મૂળ ભરૂચની અનુરાગ કોલોનીમાં રહેતા અને દીપક ભાઈ તથા શીલાબહેનના પુત્ર જે હાલ વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વડા તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે એવા ડૉ. શેશાંગ દેગડવાલાને સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ એન્ડ રિસર્ચ દ્વારા યંગ રિસર્ચર એવોર્ડ ૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો છે જે ભરૂચ જિલ્લા માટે ગૌરવની બાબત છે.

આ એવોર્ડ અંગે ચેનલ નર્મદાને માહિતી આપતા ડૉ. શેશાંગ દેગડવાલાએ જણાવ્યું હતું કે, સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ એન્ડ રિસર્ચ (CEGR) એ ભારતની અગ્રણી અને એકમાત્ર એજ્યુકેશન થિંક ટેન્ક છે. જેમાં ૧૦,૦૦૦ થી વધુ શિક્ષણવિદો, કોર્પોરેટ અને સંશોધકો જોડાયેલા છે. CEGR એ ભારતીય શિક્ષણ ઉત્સવ હેઠળ એક જ દિવસે ૧૪ રાજ્યોમાં ૫૬ સફળ કાર્યક્રમોનું આયોજન કરનાર એકમાત્ર એજ્યુકેશન થિંક ટેન્ક છે. જેમાં એક જ દિવસમાં ૧૨,૫૦૦ થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા. તેઓ દ્વારા દિલ્હી ખાતે ૨૦ માં રાષ્ટ્રીય શિક્ષા ગૌરવ પુરસ્કાર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મને યંગ રિસર્ચર એવોર્ડ ૨૦૨૩ નો એવોર્ડ એનાયત કરાયો હતો.

ઉલ્લેખનિય છે કે, ડૉ. શેશાંગ દેગડવાલાનું સંશોધન કાર્ય ઇમેજ પ્રોસેસિંગ, કોમ્પ્યુટર વિઝન, ઇન્ફોર્મેશન સિક્યુરિટી, થિયરી ઓફ કોમ્પ્યુટેશન અને ડેટા માઇનિંગ જેવા વિષયો ઉપર હોય છે. આ સાથે તેઓને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે ૬૦ થી વધુ પુરસ્કારો પ્રાપ્ત થયા છે.