Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના તમામ 9 તાલુકામાં મેઘરાજાના શ્રીગણેશ, ભરૂચ 2 ઇંચ, અંકલેશ્વર અને વાગરમાં...

ભરૂચના તમામ 9 તાલુકામાં મેઘરાજાના શ્રીગણેશ, ભરૂચ 2 ઇંચ, અંકલેશ્વર અને વાગરમાં દોઢ ઇંચ વરસાદ…

Published by: Rana kajal

  • પેહલા વરસાદે જ ભરૂચનો વોટર બ્લોગ સ્પોટ સેવાશ્રમ રોડ પર હેવી પેવર બ્લોક નાખવા છતાં પાણીનો ભરાવો
  • વરસાદી મહોલના જમાવટને લઈ તાપમાનનો પારો 6 ડીગ્રી ગગડ્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવાર રાતથી નેઋત્યનું ચોમાસુ બેસી જવા સાથે મૌસમના પેહલા વરસાદે જ શાનદાર પધરામણી નોંધાવી છે.

ભરૂચ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ, અંકલેશ્વર તાલુકામાં 1.5 ઇંચ, વાગરામાં દોઢ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાયા છે.

ભરૂચના સેવાશ્રમ રોડ પર બે દશક જૂની પાણી ભરાવાની સમસ્યા હલ કરવા પાલિકાએ ₹3 કરોડના ખર્ચે હેવી પેવર બ્લોકના માર્ગની કામગીરી શરૂ કરી હતી.

જોકે મૌસમના પ્રથમ વરસાદે જ ભરૂચનું આ વોટર લોગીંગ સ્પોટ હેવી પેવર બ્લોકના માર્ગ પર હાવી રહેતા પાલિકાની કામગીરી વિફળ રહી હોવાનું અને પ્રજાના 3 કરોડ પાણીમાં ગયાનો ગણગણાટ ઉભો થયો છે.

વરસાદના કારણે મહત્તમ તાપમાન પણ 24 કલાકમાં જ 34 ડીગ્રીથી ગગડી 28 ડીગ્રી થઈ ગયું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં ઝઘડિયામાં 15 મિમી, હાંસોટમાં 7 મિમી, જંબુસરમાં 6 મિમી, વાલિયા-નેત્રંગમાં 3 મિમી અને આમોદમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!