Published By : Patel Shital
- જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત 9 તાલુકાના 90 ગામોમાં 199 આવાસોનું લોકાર્પણ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર રાજયમાં આવાસોનો ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 90 ગામોમાં 199 આવાસોના ઈ-લોકાર્પણ થયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગતના 60 જેટલા લાભાર્થીઓને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત સાંકેતિક ચાવીનું વિતરણ કરાયુ હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ રાજ્યમાં એક સાથે 42 હજાર જેટલા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અપાતા ઘટનાને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.

ભરૂચમાં આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાંકેતિક ચાવીનુ વિતરણ કરાયું હતું. ભરૂચ પાલિકાના સભાખંડ ખાતે આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા





