ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં પ્રાથમિક શાળા આવેલ છે જે શાળામાં 170 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.નંદેલાવ પ્રાથમિક શાળાને 83 વર્ષ પૂર્ણ થતાં શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શાળાની બાળાઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી ત્યાર બાદ મહાનુભાવોના અને શાળાની બાળાઓના હસ્તે કેક કાપીને શાળાના સ્થાપના દીવસની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં માં મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજીક આગેવાન ધનજીભાઈ પરમાર દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ બાળકોને ભોજન કરાવવામાં.આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાન,તાલુકા પંચાયતના અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હતાં.