- રૂપિયા ૧.૦૫ લાખનો મુદ્દામાલ કબજે
- સ્ટેટ મોનીટરીંગ સેલે ભરૂચના નર્મદા બ્રીજ નીચેથી જુગાર રમતા ૮ જુગારીયાઓને રૂપિયા ૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન જુગાર અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના નર્મદા બ્રીજ નીચે ખુલ્લામાં લીમડી ચોક કુંભારિયા ઢોળાવમાં રહેતો જુગારી ફિરોઝખાન કાસમખાન પઠાણ અન્ય માણસો રાખી વરલી મટકાનો જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૨૯ હજાર અને ૨ વાહનો તેમજ ૮ ફોન મળી કુલ ૧.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર ફિરોઝ પઠાણ,સમીર યાસીન દિવાન,હિનલકુમાર લલિત પટેલ અને શહેઝાદ અકીલ પઠાણ,અનીલ વસાવા સહીત આઠ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.