Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર રોંગસાઈડ આવેલી 4 કારો સામેથી આવતી અન્ય...

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર રોંગસાઈડ આવેલી 4 કારો સામેથી આવતી અન્ય ચાર ગાડીઓ જોડે અથડાઈ, બાળક સહિત 5 ને ઇજા

  • ભરૂચ તરફથી રોંગ લેનમાં ઇનોવા, ઇકો, સ્વિફ્ટ સહિતના કાર ચાલકો આવ્યા સામેથી કાર જોઈ લગાવી બ્રેક
  • સુરત તરફથી આવતા અન્ય કાર ચાલકોએ રોંગ સાઈડ સામે આવતા વાહનો જોતા બ્રેક મારતા એકની પાછળ એક કારો ભટકાઈ
  • અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ અને કોલેજ રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયો
  • સદનશીબે કોઈ જાનહાની નહિ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર રવિવારે બપોરના સુમારે અંકલેશ્વર જતી લેન ઉપર ભરૂચથી રોંગસાઈડ આવી ગયેલી 4 કારના પગલે સુરત તરફથી આવતા અન્ય 4 વાહનોએ બ્રેક મારતા એકબીજામાં 5 થી વધુ કાર ભટકાઈ હતી. અકસ્માતના પગલે બાળક સહિત 5 લોકોને ઇજા થઇ હતી.

ભરૂચના 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપર બે વર્ષમાં પેહલીવાર 4 કાર ચાલકો રોંગલેનમાં ઘુસી જવાની ઘટના રવિવારે બની હતી. ભરૂચ તરફથી સુરત બાજુની લેન ઉપર મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા, તેની પાછળ ઇકો, સ્વીફ્ટ સહિત 4 વાહનો આવી ચઢ્યા હતા.

બ્રિજની વચ્ચેના ભાગે સામેથી રોંગસાઈડ આવતી કાર જોઈ સુરત તરફના છેડેથી ભરૂચ બાજુ આવી રહેલા વાહનચાલકોના શ્વાસ અઘ્ધર થઈ ગયા હતા. સામ સામે ગાડીઓ ટક્કરાય નહિ એટલે વાહન ચાલકોએ એકાએક બ્રેક લગાવતા બંને તરફ પાછળ રહેલી ગાડીઓ એકબીજામાં ભટકાઈ હતી.

પાંચથી વધુ કારો એકબીજા સાથે અથડાતા બાળક સહિત 5 લોકોને નાની મોટી ઇજા પોહચી હતી. અકસ્માત ગ્રસ્ત ગાડીઓના ખડકલા વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.

અકસ્માતની જાણ 108 ને કરતા તે ટ્રાફિકજામને કાપતિ5 નર્મદા મૈયા બ્રિજ ઉપર પોહચી હતી. ઇજાગ્રસ્તોને સ્થળ ઉપર જ 108 દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બ્રિજની બન્ને તરફની લેનમાં જોત જોતામાં વાહનોની કતારો લાગી ગઈ હતી.

અકસ્માતમાં ઘવાયેલા 4 થી 5 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોલેજ રોડ ઉપર રસ્તો શોભાયાત્રાને કારણે વન વે હોય ભરૂચ તરફથી ઇનોવા કારનાં ચાલકે નર્મદા મૈયા બ્રિજ ઉપર અંકલેશ્વરથી આવતી લેનમાં રોંગસાઈડ વાહન નાખી દીધું હોવાની હાલ વિગતો સાંપડી રહી છે. મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા કાર પાછળ અન્ય 3 વાહનો પણ બ્રિજમા રોંગસાઈડ ઘુસતા સામ સામે અને બ્રેક મારતા એકની પાછળ એક કાર ઘુસી જવાની ઘટના બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!