Published by : Rana Kajal
- ઓવર સ્પીડ વાહનો પર સ્પીડ ગનથી પકડવાની અમલવારી
- કલેકટર, SP અને તંત્રની મુલાકાત બાદ જાહેરનામું જારી કરી અકસ્માતો રોકવા કાર્યવાહીનો ધમધમાટ
ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માતોનો સ્પોટ બની રહ્યો હોય જેના પર રોક લાવવા બ્રિજ પર તમામ વાહનોની સ્પીડ લિમિટ 40 ની કરી દેવાય છે.
જિલ્લા વહીવટી તંત્રે જાહેરનામું જારી કર્યા બાદ આજે મંગળવારથી જ વાહનની ઝડપની મર્યાદા પ્રતિ કલાક 40 કિલોમીટરનો અમલ કરાવવાનું શરૂ કરી દીધું છે.
બ્રિજ અને તેના છેડે પોલીસ કાફલા, ટ્રાફિક પોલીસે વિવિધ પોઇન્ટ પર ગોઠવાઈ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને પકડી પડવાનું શરૂ કરી દીધું છે.
સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને ઝડપી પાડી મેમો પકડાવી દંડનીય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સાથે બ્રિજ પર વિવિધ સ્થળે 40 ની સ્પીડ લિમિટના સાઈન બોર્ડ, રીફલેક્ટર લગાવવાનું તેમજ બ્રિજના માર્ગની ઉપરી સપાટીને બરછટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં બ્રિજ પર વાહન અને વાહન ચાલકોના ચેકિંગ સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકોને પકડવા પણ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.